भुंक्ते फलानि न खलु स्वत एव तृप्तः ।
आपातकालरमणीयमुदर्करम्यं
निष्कर्मशर्ममयमेति दशान्तरं सः।। २३२।।
प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलाज्ञानसञ्चेतनायाः ।
पूर्ण कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसञ्चेतनां स्वां
सानन्दं नाटयन्तः प्रशमरसमितः सर्वकालं पिबन्तु।। २३३।।
એવી નિષ્કર્મ-સુખમય દશાંતરને પામે છે (અર્થાત્ જે પૂર્વે સંસાર-અવસ્થામાં કદી થઈ નહોતી એવી જુદા પ્રકારની કર્મરહિત સ્વાધીન સુખમય દશાને પામે છે).
ભાવાર્થઃ– જ્ઞાનચેતનાની ભાવનાનું આ ફળ છે. તે ભાવનાથી જીવ અત્યંત તૃપ્ત રહે છે-અન્ય તૃષ્ણા રહેતી નથી, અને ભવિષ્યમાં કેવળજ્ઞાન ઉપજાવી સર્વ કર્મથી રહિત મોક્ષ-અવસ્થાને પામે છે. ૨૩૨.
‘પૂર્વોક્ત રીતે કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગની ભાવના કરીને અજ્ઞાનચેતનાના પ્રલયને પ્રગટ રીતે નચાવીને, પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, જ્ઞાનચેતનાને નચાવતા થકા જ્ઞાની જનો સદાકાળ આનંદરૂપ રહો’ -એવા ઉપદેશનું કાવ્ય હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [अविरतं कर्मणः तत्फलात् च विरतिम् अत्यन्तं भावयित्वा] જ્ઞાની જનો, અવિરતપણે કર્મથી અને કર્મના ફળથી વિરતિને અત્યંત ભાવીને (અર્થાત્ કર્મ અને કર્મફળ પ્રત્યે અત્યંત વિરક્તભાવને નિરંતર ભાવીને), [अखिल–अज्ञान–सञ्चेतनायाः प्रलयनम् प्रस्पष्टं नाटयित्वा] (એ રીતે) સમસ્ત અજ્ઞાનચેતનાના નાશને સ્પષ્ટપણે નચાવીને, [स्व–रस–परिगतं स्वभावं पूर्णं कृत्वा] નિજરસથી પ્રાપ્ત પોતાના સ્વભાવને પૂર્ણ કરીને, [स्वां ज्ञानसञ्चेतनां सानन्दं नाटयन्तः इतः सर्व–कालं प्रशम–रसम् पिबन्तु] પોતાની જ્ઞાનચેતનાને આનંદપૂર્વક નચાવતા થકા હવેથી સદાકાળ પ્રશમરસને પીઓ (અર્થાત્ કર્મના અભાવરૂપ આત્મિક રસને-અમૃતરસને-અત્યારથી માંડીને અનંત કાળ પર્યંત પીઓ. આમ જ્ઞાનીજનોને પ્રેરણા છે).
ભાવાર્થઃ– પહેલાં તો ત્રણે કાળ સંબંધી કર્મના કર્તાપણારૂપ કર્મચેતનાના