૧૦૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
विना कृतेरेकमनाकुलं ज्वलत् ।
समस्तवस्तुव्यतिरेकनिश्चयाद्–
विवेचितं ज्ञानमिहावतिष्ठते।। २३४।।
ત્યાગની ભાવના (૪૯ ભંગપૂર્વક) કરાવી. પછી ૧૪૮ કર્મપ્રકૃતિના ઉદયરૂપ કર્મફળના ત્યાગની ભાવના કરાવી. એ રીતે અજ્ઞાનચેતનાનો પ્રલય કરાવીને જ્ઞાનચેતનામાં પ્રવર્તવાનો ઉપદેશ કર્યો છે. એ જ્ઞાનચેતના સદા આનંદરૂપ-પોતાના સ્વભાવના અનુભવરૂપ-છે. તેને જ્ઞાનીજનો સદ્રા ભોગવો-એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે. ૨૩૩.
આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર છે, તેથી જ્ઞાનને કર્તાભોક્તાપણાથી ભિન્ન બતાવ્યું; હવેની ગાથાઓમાં અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી જ્ઞાનને ભિન્ન બતાવશે. તે ગાથાઓની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इतः इह] અહીંથી હવે (આ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં હવેની ગાથાઓમાં એમ કહે છે કે-) [समस्त–वस्तु–व्यतिरेक–निश्चयात् विवेचितं ज्ञानम्] સમસ્ત વસ્તુઓથી ભિન્નપણાના નિશ્ચય વડે જુદું કરવામાં આવેલું જ્ઞાન, [पदार्थ– प्रथन–अवगुण्ठनात् कृतेः विना] પદાર્થના વિસ્તાર સાથે ગૂંથાવાથી (-અનેક પદાર્થો સાથે, જ્ઞેયજ્ઞાનસંબંધને લીધે, એક જેવું દેખાવાથી) ઉત્પન્ન થતી (-અનેક પ્રકારની) ક્રિયા તેનાથી રહિત [एकम् अनाकुलं ज्वलत्] એક જ્ઞાનક્રિયામાત્ર, અનાકુળ (-સર્વ આકુળતાથી રહિત) અને દેદીપ્યમાન વર્તતું થકું, [अवतिष्ठते] નિશ્ચળ રહે છે.
ભાવાર્થઃ– હવેની ગાથાઓમાં જ્ઞાનને સ્પષ્ટ રીતે સર્વ વસ્તુઓથી ભિન્ન બતાવે છે. ૨૩૪.
હવે આ કથનને ગાથા દ્વારા કહે છે.
‘જ્ઞાનથી અન્યમાં (-જ્ઞાન સિવાય અન્ય ભાવોમાં) એમ ચેતવું (અનુભવવું) કે “આ હું છું,” તે અજ્ઞાનચેતના છે. તે બે પ્રકારે છે-કર્મચેતના અને કર્મફળચેતના.’