૧૩૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ તેને હું ભોગવતો નથી. આ શરીર હૃષ્ટ-પુષ્ટ લાલ-ત્રાંબા જેવું મળે તે જડની દશા બાપુ! તેને ધર્મી પુરુષ ભોગવતો નથી. અહાહા...! નિજ ચૈતન્યમૂર્તિ ચિદ્રૂપ પ્રભુ આત્માનો મહિમા અંતરમા આવ્યો છે તે ધર્માત્મા સ્વરૂપને જ સંચેતે છે, તેને બીજે ક્યાંય સંયોગોમાં રુચિ જાગતી નથી. -૧પ.
‘હું અશાતાવેદનીય કર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
અહીં ચારિત્રની મુખ્યતાથી વાત છે. ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ અંદર બિરાજે છે. તેનું વેદન અને સાક્ષાત્કાર થઈને તે ઉપરાંત સ્વરૂપની રમણતા થઈ છે તે ધર્મી પુરુષ કહે છે- હું અશાતા કર્મના ઉદયને ભોગવતો નથી. જુઓ, સનતકુમાર ચક્રવર્તી થઈ ગયા- ચક્રવર્તીના વૈભવનું શું કહેવું? દેહ પણ ખૂબ રૂપાળો-સુંદર, ૬૪ હજાર દેવતાઓ તેની સેવા કરે. તેમણે દીક્ષા લીધી ને કોણ જાણે પુણ્ય ક્યાં ગયું? અશાતાનો ઉદય આવતા શરીરમાં ગળત કોઢનો રોગ થયો. વીસ આંગળા ગળવા માંડયાં. પણ અહીં કહે છે - એ અશાતા વેદનીયના ફળને તે ભોગવતા નહોતા. જ્ઞાની કહે છે- અશાતાના ઉદયને હું ભોગવતો નથી, હું તો મારો સચ્ચિદાનંદ પ્રભુ અંદર બિરાજ્યો છે તેને જ વેદું છું. અનુભવું છું. ભાઈ! આવા તારા સ્વરૂપનો એક વાર તો મહિમા કર!
કોઈ સમ્યગ્દ્રષ્ટિ સાતમી નરકે હોય તો ત્યાં એને અશાતા વેદનીયનું વેદન પરમાર્થે અંતરમાં નથી; રાગ આવે તેનું કિંચિત્ વેદન છે પણ તે ગૌણ છે. મુખ્ય પણે તે ભગવાન ચૈતન્યસ્વરૂપ આત્માના આનંદને વેદે છે- અહીં ચારિત્રની વાત લેવી છે. અંદર આનંદના નાથના અનુભવની જમાવટ જામી છે, જેમ કોઈ બહુ તૃષાવંત પુરુષ શેરડીના રસને ઘુંટડા ભરી ભરીને પી જાય તેમ આનંદરસનું રસપાન જે કરે છે તે ધર્મી જીવ કહે છે- હું અશાતાના ફળને વેદતો નથી, હું દુઃખી નથી; હું તો આનંદના નાથમાં લીન છું. આવી વાત! સમજાણું કાંઈ...? -૧૬.
હવે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓની વાત કરે છેઃ- ‘હું સમ્યક્ત્વમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’
જુઓ, આ પ્રકૃતિ બધા સમ્યગ્દ્રષ્ટિઓને હોય છે એમ નહિ. એ તો સમ્યગ્દર્શનમાં દર્શનમોહનીય કર્મની પ્રકૃતિના ત્રણ ભાગ પડી જાય છે. હજુ આ પ્રકૃતિ હોય એની વાત છે. તે જ્ઞાની કહે છે- સમ્યક્ત્વ મોહનીય કર્મના ફળને હું ભોગવતો નથી. કર્મ પ્રકૃતિ નિમિત્ત છે, વિકૃત અવસ્થા તે નૈમિત્તિક છે. તે બન્નેનો સંબંધ છે તેને જાણવો તે વ્યવહાર છે. કર્મથી વિકાર થાય છે એમ નહી, પણ કર્મને આધીન થતા તેની દશામાં