૭૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ અબદ્ધ [पुद्गलं द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [मम] મારું છે. આચાર્ય કહે છેઃ [सर्वज्ञज्ञानद्रष्टः] સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે [नित्यम्] સદા [उपयोगलक्षणः] ઉપયોગલક્ષણવાળો [जीवः] જીવ છે [सः] તે [पुद्गलद्रव्योभूतः] પુદ્ગલદ્રવ્યરૂપ [कथं] કેમ થઈ શકે [यत्] કે [भणसि] તું કહે છે કે [इदं मम] આ પુદ્ગલદ્રવ્ય મારું છે? [यदि] જો [सः] જીવદ્રવ્ય [पुद्गलद्रव्यीभूतः] પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને [इतरत्] પુદ્ગલદ્રવ્ય [जीवत्वम्] જીવપણાને [आगतम्] પામે [तत्] તો [वक्तुं शक्तः] તું કહી શકે [यत्] કે [इदं पुद्गलं द्रव्यम्] આ પુદ્ગલદ્રવ્ય [मम] મારું છે. (પણ એવું તો થતું નથી.)
ટીકાઃ– એકીસાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા *આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિકપાષાણ જેવો છે, અત્યંત તિરોભૂત (ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે-એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહિ કરીને, પેલા અસ્વભાવભાવોને જ (પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ) પોતાના કરતો, પુદ્ગલદ્રવ્યને ‘આ મારું છે’ એમ અનુભવે છે. (જેમ સ્ફટિકપાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેકવર્ણરૂપપણું દેખાય છે, સ્ફટિકનો નિજ શ્વેત-નિર્મળભાવ દેખાતો નથી તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધીથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહૃાો છે-દેખાતો નથી તેથી પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે.) એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કેઃ-રે દુરાત્મન્! આત્માનો ઘાત કરનાર! જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. જેણે સમસ્ત સંદેહ, વિપર્યય, અનધ્યવસાય દૂર કરી દીધા છે અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ-જ્ઞાનથી સ્ફુટ (પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદ્ગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું ‘આ પુદ્ગલદ્રવ્ય મારું છે’ એમ અનુભવે છે? કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યરૂપ થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ ‘મીઠાનું પાણી’ એવા અનુભવની જેમ ‘મારું આ પુદ્ગલદ્રવ્ય’ એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ, દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છેઃ જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું) જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં __________________________________________________ * આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ