Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3601 of 4199

 

૧પ૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

‘હું નિર્માણનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૨.

જે કર્મના ઉદયથી અંગોપાંગની ઠીક ઠીક રચના થાય તેને નિર્માણનામકર્મ કહે છે. તે પ્રકૃતિના ફળને, ધર્મીપુરુષ કહે છે, હું ભોગવતો નથી, અર્થાત્ કર્મપ્રકૃતિના ઉદય તરફ મારું વલણ નથી. ચોથે, પાંચમે અને છઠ્ઠે ગુણસ્થાને ધર્મી પુરુષને કંઈક અસ્થિરતા છે, તે કર્મપ્રકૃતિના ફળને માત્ર દેખે ને જાણે; સાતમા ગુણસ્થાને સ્થિરતા થતાં ત્યાં અસ્થિરતાનો ભાવ જ નથી. અહીં સાતમાની મુખ્યતાથી વાત છે.

‘હું અગુરુલઘુનામકર્મનાફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૩.

જે કર્મના ઉદયથી શરીર, લોઢાના ગોળાના જેવું ભારે અને આકડાના રૂના જેવું હલકું ન હોય તેને અગુરુલધુનામકર્મ કહે છે. તેને, ધર્માત્મા કહે છે, હું ભોગવતો નથી, હું આત્માના આનંદને જ વેદું છું.

‘હું ઉપઘાતનામકર્મનાફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૪.

જે કર્મના ઉદયથી પોતાનો ઘાત કરનારાં અંગ હોય તેને ઉપઘાત નામકર્મ કહે છે, તેના ફળને હું ભોગવતો નથી.

‘હું પરઘાતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧પ.

જે કર્મના ઉદયથી બીજાનો ઘાત કરવાવાળાં અંગ-ઉપાંગ હોય તેને પરઘાત નામકર્મ કહે છે, તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી.

‘હું આતપનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૬.

જે કર્મના ઉદયથી પરને આતાપરૂપ શરીર હોય, જેમકે સૂર્યનું બિંબ, જ્ઞાની કહે છે, હું તેને ભોગવતો નથી, સ્વસ્વરૂપને જ સંચેતું છું.

‘હું ઉદ્યોતનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’-૧૧૭.

જે કર્મના ઉદયથી ઉદ્યોતરૂપ શરીર થાય તેને ઉદ્યોત નામકર્મ કહે છે. તેના ફળને ધર્માત્મા ભોગવતો નથી.

‘હું ઉચ્છવાસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૮.