જે કર્મના ઉદયથી શ્વાસોચ્છવાસ હોય તેને ઉચ્છવાસ નામકર્મ કહે છે, તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી.
હવે વિહાયોગતિ નામકર્મના બે ભેદ કહે છેઃ- ‘હું પ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૧૯.
‘હું અપ્રશસ્તવિહાયોગતિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૦.
જે કર્મના ઉદયથી આકાશમાં ગમન થાય તેને વિહાયોગતિ નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.
‘હું સાધારણશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૧.
જે કર્મના ઉદયથી એક શરીરના અનેક જીવ સ્વામી હોય તેને સાધારણશરીર નામકર્મ કહે છે. સમકિતી કે મુનિને આવી પ્રકૃતિ પડી હોય, પણ તેનો એને ભોગવટો નથી.
‘હું પ્રત્યેકશરીરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૨.
જે કર્મના ઉદયથી એક શરીરનો એક જ સ્વામી હોય તેને પ્રત્યેકશરીર નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી જીવ ભોગવતો નથી, આત્માને જ સંચેતે છે.
‘હું સ્થાવરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૩.
જે કર્મના ઉદયથી જીવ એકેન્દ્રિય જાતિમાં-પૃથ્વી, અપ, તેજ, વાયુ અને વનસ્પતિકાયમાં ઉપજે-જન્મે તેને સ્થાવર નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી.
‘હું ત્રસનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨૪.
જે કર્મના ઉદયથી જીવ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયોમાં ઉપજે-જન્મે તેને ત્રસનામકર્મ કહે છે, તેના ફળને, કહે છે, હું ભોગવતો નથી.
‘હું સુભગનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૨પ.