Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3604 of 4199

 

સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ઃ ૧પ૩

રોકે નહિ, ને બીજાથી રોકાય નહિ તેને સૂક્ષ્મનામકર્મ કહે છે; અને જેના ઉદયથી શરીર એવું સ્થૂળ હોય કે તે બીજાને રોકે ને બીજાથી રોકાઈ જાય તેને બાદરનામકર્મ કહે છે. ધર્મી પુરુષ કહે છે-હું કર્મ પ્રકૃતિને ભોગવતો નથી, હું તો ચૈતન્યસ્વરૂપને જ સંચેતું છું.

‘હું પર્યાપ્તનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૩.

જે કર્મના ઉદયથી પોતપોતાને યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થાય તેને પર્યાપ્તિ નામકર્મ કહે છે. તેના ફળને ધર્મી જીવ ભોગવતો નથી.

‘હું અપર્યાપ્તનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૪.

જે કર્મના ઉદયથી જીવની લબ્ધ્યપર્યાપ્તક અવસ્થા હોય તેને અપર્યાપ્ત નામકર્મ કહે છે. જેની એકપણ પર્યાપ્તિ પૂર્ણ ન હોય તથા શ્વાસના અઢારમા ભાગમાં જ મરણ થવાવાળું હોય તેને લબ્ધ્યપર્યાપ્તક કહે છે. ધર્મી ચારિત્રવંત કહે છે- તે પ્રકૃતિના ફળને હું ભોગવતો, નથી, આત્માને જ સંચેતું છું.

‘હું સ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩પ.

જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાના સ્થાને રહે તેને સ્થિર નામકર્મ કહે છે. હું તેના ફળને ભોગવતો નથી.

‘હું અસ્થિરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૬.

જે કર્મના ઉદયથી શરીરની ધાતુ અને ઉપધાતુ પોતપોતાના ઠેકાણે ન રહે તેને અસ્થિરનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી.

‘હું આદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૭.

જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ઉપજે તેને આદેયનામકર્મ કહે છે. ધર્માત્મા કહે છે- તેના ફળને હું ભોગવતો નથી.

‘હું અનાદેયનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૩૮.

જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ન ઉપજે તેને અનાદેય નામકર્મ કહે છે. ધર્મી પુરુષ તેના ફળને ભોગવતો નથી.