Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3605 of 4199

 

૧પ૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

‘હું યશઃકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું’ -૧૩૯.

જે કર્મના ઉદયથી લોકમાં જીવની પ્રશંસા થાય, નામના થાય તેને યશઃકીર્તિનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી ભોગવતો નથી. ધર્મી કહે છે-બહારમાં યશ મળે તે હું નહિ, અંદર આત્માના ગુણો પ્રગટે તે વાસ્તવિક યશ છે. જેમાં નિરાકુળ આનંદનું વેદન થાય તે હું છું, તેમાં મારો યશ છે. હું જશ પ્રકૃતિને વેદતો નથી. બહારમાં લોકો પ્રશંસા કરે એ તો પ્રકૃતિનું ફળ છે, તેને હું ભોગવતો નથી, હું તો અતીન્દ્રિય આનંદના સ્વરૂપને જ વેદું છું. આવું! સમજાણું કાંઈ...?

‘હું અયશઃકીર્તિનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૦.

જે કર્મના ઉદયથી જીવની લોકમાં પ્રશંસા ન થાય તેને અયશઃકીર્તિનામકર્મ કહે છે. તેના ફળને ધર્મી પુરુષ ભોગવતો નથી.

‘હું તીર્થંકરનામકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૧.

અર્હંતપદના કારણભૂત કર્મને તીર્થંકર નામકર્મ કહે છે. તેના ફળને, ધર્મી કહે છે, હું ભોગવતો નથી. અજ્ઞાની તીર્થંકર પ્રકૃતિનું નામ સાંભળી રાજી રાજી થઈ જાય, જ્યારે જ્ઞાની કહે છે-તીર્થંકર પ્રકૃતિના ફળને હું ભોગવતો નથી. અહાહા -! જુઓ તો ખરા! કેટલો બધો ફેર! બાપુ! જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાય તે ભાવ અબંધ નથી, ધર્મ નથી, અને તેનાથી જે પ્રકૃતિ બંધાય તેને અહીં વિષવૃક્ષનું ફળ કહ્યું છે.

શાસ્ત્રમાં આવે કે તીર્થંકર પ્રકૃતિ પરંપરા મોક્ષનું કારણ છે; પરંતુ એ તો નિમિત્તનું કથન છે ભાઈ! પ્રકૃતિ બંધાણી એ તો જડ રજકણ છે. તેને તો વિષવૃક્ષનું ફળ કહ્યું. વળી તેનો ઉદય ક્યારે આવે? કે કેવળજ્ઞાન થાય ત્યારે. હવે ત્યાં પ્રકૃતિના ફળમાં સંયોગ આવે તેમાં મારે શું? હું તો કેવળજ્ઞાની છું, સર્વ લોકાલોકનો જાણનારો છું. ભાઈ! ધર્મી જીવ તો પહેલેથી જ કહે છે કે-તીર્થંકર પ્રકૃતિના ફળને હું નથી ભોગવતો. તીર્થંકર પ્રકૃતિ બધાને ન હોય; જેને હોય તેની વાત સમજવી. અહીં તો સામાન્યપણે બધી ૧૪૮ પ્રકૃતિઓની વાત કરી છે.

હવે ગોત્રકર્મની પ્રકૃતિના બે ભેદ છે તેની વાત કરે છેઃ- ‘હું ઉચ્ચગોત્રકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૧૪૨.