धर्माधर्म च तथा प्रव्रज्यामभ्युपयान्ति बुधाः।। ४०४।।
[ज्ञानं च] અને જ્ઞાન [ज्ञायकात् अव्यतिरिक्तं] જ્ઞાયકથી અવ્યતિરિક્ત છે (-અભિન્ન છે, જુદું નથી) [ज्ञातव्यम्] એમ જાણવું.
સમ્યગ્દ્રષ્ટિ [संयमं] (જ્ઞાનને જ) સંયમ, [अङ्गपूर्वगतम् सूत्रम्] અંગપૂર્વગત સૂત્ર, [धर्माधर्म च] ધર્મ-અધર્મ (પુણ્ય-પાપ) [तथा प्रव्रज्याम्] તથા દીક્ષા [अभ्युपयान्ति] માને છે.
ટીકાઃ– શ્રુત (અર્થાત્ વચનાત્મક દ્રવ્યશ્રુત) જ્ઞાન નથી, કારણ કે શ્રુત અચેતન છે; માટે જ્ઞાનને અને શ્રુતને વ્યતિરેક (અર્થાત્ ભિન્નતા) છે. શબ્દ જ્ઞાન નથી, કારણ કે શબ્દ (પુદ્ગલદ્રવ્યનો પર્યાય છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક (અર્થાત્ ભેદ) છે. રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને રૂપને વ્યતિરેક છે (અર્થાત્ બન્ને જુદાં છે). વર્ણ જ્ઞાન નથી, કારણ કે વર્ણ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને વર્ણને વ્યતિરેક છે (અર્થાત્ જ્ઞાન અન્ય છે, વર્ણ અન્ય છે). ગંધ જ્ઞાન નથી, કારણ કે ગંધ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને ગંધને વ્યતિરેક (-ભેદ, ભિન્નતા) છે. રસ જ્ઞાન નથી, કારણ કે રસ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને રસને વ્યતિરેક છે. સ્પર્શ જ્ઞાન નથી, કારણ કે સ્પર્શ (પુદ્ગલદ્રવ્યનો ગુણ છે,) અચેતન છે; માટે જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક છે. કર્મ જ્ઞાન નથી, કારણ કે કર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને કર્મને વ્યતિરેક છે. ધર્મ (-ધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે ધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને ધર્મને વ્યતિરેક છે. અધર્મ (-અધર્મદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે અધર્મ અચેતન છે; માટે જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક છે. કાળ (-કાળદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે; માટે જ્ઞાનને અને કાળને વ્યતિરેક છે. આકાશ (-આકાશદ્રવ્ય) જ્ઞાન નથી, કારણ કે આકાશ અચેતન છે; માટે જ્ઞાનને અને આકાશને વ્યતિરેક છે. અધ્યવસાન જ્ઞાન નથી, કારણ કે અધ્યવસાન અચેતન છે; માટે જ્ઞાનને અને (કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ) અધ્યવસાનને વ્યતિરેક છે. આમ આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક નિશ્ચયસાધિત દેખવો (અર્થાત્ નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો-અનુભવવો).
હવે, જીવ જ એક જ્ઞાન છે, કારણ કે જીવ ચેતન છે; માટે જ્ઞાનને અને જીવને જ અવ્યતિરેક (-અભિન્નતા) છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરા પણ શંકનીય નથી (અર્થાત્ જ્ઞાનની જીવથી ભિન્નતા હશે એમ જરાય શંકા કરવાયોગ્ય નથી),