Pravachan Ratnakar (Gujarati). Gatha: 405-407.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3668 of 4199

 

ગાથા ૪૦પ થી ૪૦૭
अत्ता जस्सामुत्तो ण हु सो आहारगो हवदि एवं।
आहारो खलु मुत्तो जम्हा सो पोग्गलमओ दु।। ४०५।।
ण वि सक्कदि घेत्तुं जं ण विमोत्तुं जं च जं परद्दव्वं।
सो को वि य तस्स गुणो पाउगिओ विस्ससो वा वि।। ४०६।।
तम्हा दु जो विसुद्धो चेदा सो णेव गेण्हदे किंचि।
णेव विमुंचदि किंचि वि जीवाजीवाण दव्वाणं।। ४०७।।
હવે અર્થને ગાથામાં કહે છેઃ–
એમ આતમા જેનો અમૂર્તિક તે નથી આ‘રક ખરે,
પુદ્ગલમયી છે આ‘ર તેથી આ‘ર તો મૂર્તિક ખરે. ૪૦પ.
જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસ્રસિક છે. ૪૦૬.
તેથી ખરે જે શુદ્ધ આત્મા તે નહીં કંઈ પણ ગ્રહે,
છોડે નહીં વળી કાંઈ પણ જીવ ને અજીવ દ્રવ્યો વિષે. ૪૦૭.
आत्मा यस्यामूर्तो न खलु स आहारको भवत्येवम्।
आहारः खलु मूर्तो यस्मात्स पुद्गलमयस्तु।। ४०५।।
नापि शक्यते ग्रहीतुं यत् न विमोक्तुं यच्च यत्परद्रव्यम्।
स कोऽपि च तस्य गुणः प्रायोगिको वस्रसो वाऽपि।। ४०६।।
ગાથાર્થઃ– [एवम्] એ રીતે [यस्य आत्मा] જેનો આત્મા [अमूर्तः] અમૂર્તિક છે

[सः खलु] તે ખરેખર [आहारकः न भवति] આહારક નથી; [आहारः खलु] આહાર તો [मूर्तः] મૂર્તિક છે [यस्मात्] કારણ કે [सः तु पुद्गलमयः] તે પુદ્ગલમય છે.

[यत परद्रव्यम्] જે પરદ્રવ્ય છે [न अपि शक्यते ग्रहीतुं यत्] તે ગ્રહી શકાતું

નથી [न विमोक्तुं यत् च] તથા છોડી શકાતું નથી, [सः कः अपि च] એવો જ કોઈ [तस्य] તેનો (-આત્માનો) [प्रायोगिकः वा अपि वैस्रसः गुण] પ્રાયોગિક તેમ જ વૈસ્રસિક ગુણ છે.