૨૧૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ કેમ હોય કે જેથી તેને દેહની શંકા કરાય? (જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ, કારણ કે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી).
ભગવાન આત્મા જ્ઞાન તત્ત્વ છે, ને દેહ અજીવ જડ તત્ત્વ છે. આમ બન્ને અત્યંત ભિન્ન છે. હવે પર્યાયમાં જે શુભાશુભભાવ ઉત્પન્ન થાય એય જ્ઞાયકસ્વરૂપથી ભિન્ન છે તો પ્રત્યક્ષ પૃથક્ એવું શરીર તેનું ક્યાંથી થાય? ન થાય. તેથી જ્ઞાન નામ આત્માને દેહ હોઈ શકે જ નહિ. આત્માને દેહ છે એમ શંકા ન કરવી, કેમકે તેને કર્મ-નોકર્મરૂપ આહાર જ નથી. ઝીણી વાત પ્રભુ! અહા! જેને અંદર હું જ્ઞાયક તત્ત્વ છું એમ ભાન થયું તેને હું દેહ છું એમ ક્યાં રહ્યું? હું આહારક છું એમ ક્યાં રહ્યું? એમ છે જ નહિ. આ તો વસ્તુનું સ્વરૂપ છે બાપુ! જ્ઞાનને દેહ છે એમ માનવું એ તો નર્યું અજ્ઞાન છે; અને જ્ઞાનને દેહ હોઈ શકે જ નહિ એ યથાર્થ છે. લ્યો, આ વાત હવે ગાથામાં કહેશેઃ-