અહા! અંદર જિનસ્વરૂપ જ પોતે છે, પણ અંતર-એકાગ્ર થઈ પોતાના સ્વરૂપને જ સ્વીકારતા નથી તે પાગલોને તેની પ્રાપ્તિ થતી નથી. શું થાય?
એમ તો આબાળગોપાળ સૌને પૂર્ણાનંદ પ્રભુ આત્મા પોતાના જ્ઞાનમાં જણાઈ રહ્યો છે. આ વાત આચાર્યદેવે ગાથા ૧૭-૧૮ માં ખુલ્લી કરી છે. પણ શું થાય? અજ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં નથી, તેની નજર પર અને પર્યાય ઉપર છે. અહા! એવા પાગલને નિજસ્વરૂપ જે જિનસ્વરૂપ તેની પ્રાપ્તિ થતી નથી.
અહીં કહે છે- પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્યરાજાને જાણી તેનો અનુભવ ક્યોેર્ અને તેમાં જ લીન થયો તેણે ગ્રહવાયોગ્ય સર્વ ગ્રહ્યું ને છોડવાયોગ્ય સર્વ છોડયું. અહો! ધન્ય તે મુનિદશા ને ધન્ય તે અવતાર! પ્રચુર સ્વસંવેદનમાં લીન થયા તે મહામુનિરાજ તો બાદશાહોના બાદશાહ છે, પોતાની ચૈતન્યલક્ષ્મીથી સર્વ શોભાયમાન છે. આવી વાત! બાકી બહારની સંપત્તિમાં લીન છે એ તો રાંકા છે, ભિખારા છે. શાસ્ત્રમાં ‘વરાકાઃ’ તેમને કહ્યા છે.
‘પૂર્ણજ્ઞાનસ્વરૂપ, સર્વ શક્તિઓના સમૂહરૂપ જે આત્મા તેને આત્મામાં ધારણ કરી રાખવો તે જ, ત્યાગવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ત્યાગ્યું અને ગ્રહણ કરવાયોગ્ય જે કાંઈ હતું તે બધુંય ગ્રહણ કર્યું. એ જ કૃતકૃત્યપણું છે.’
આત્મા પૂર્ણજ્ઞાનઘન પ્રભુ અનંત શક્તિઓનું ધ્રુવધામ છે. તેને અંતરમાં ધારણ કરી ત્યાં જ રમવું-ઠરવું તે જ ગ્રહણ કરવાયોગ્ય સર્વ ગ્રહણ થઈ ગયું અને ત્યાગવાયોગ્ય સર્વ ત્યાગી દીધું, મતલબ તે જ કૃતકૃત્યતા છે. સ્વસ્વરૂપના આશ્રય વડે જેને સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા-લીનતા-સ્થિરતા પરિપૂર્ણ થયાં તેને હવે કાંઈ કરવાનું રહ્યું નહિ, તે હવે કૃતકૃત્ય થયો. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ પરિપૂર્ણ છે; આવી વસ્તુ તો પૂર્ણજ્ઞાનઘનસ્વભાવ જ છે; તેની પર્યાયમાં જ્યાં પૂર્ણ વ્યક્તિ થઈ ગઈ ત્યાં કૃતકૃત્યપણું થયું. તેને હવે કાંઈ ગ્રહણ-ત્યાગ રહ્યાં નહિ. સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું ત્યાં હવે શું કરવાનું રહ્યું? કાંઈ જ નહિ. એ જ કૃતકૃત્યપણું છે. લ્યો, સમજાણું કાંઈ...?
‘આવા જ્ઞાનને દેહ જ નથી’ -એવા અર્થનો, આગળની ગાથાની સૂચનારૂપ શ્લોક કહે છેઃ-
‘एवं ज्ञानम् परद्रव्यात् व्यतिरिक्तं अवस्थितम्’ આમ (પૂર્વાક્ત રીતે) જ્ઞાન પરદ્રવ્યથી જુદું અવસ્થિત (-નિશ્ચળ રહેલું) છે; तत् आहारकं कथम् स्यात् येन अस्य देहः शङ्कयते’ તે (જ્ઞાન) આહારક (અર્થાત્) કર્મ-નોકર્મરૂપ આહાર કરનારું,