હોવાને લીધે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ હોવાથી શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શનજ્ઞાનચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે (અર્થાત્ તેઓ શરીરાશ્રિત દ્રવ્યલિંગનો ત્યાગ કરીને દર્શનજ્ઞાનચારિત્રને મોક્ષમાર્ગ તરીકે સેવતા જોવામાં આવે છે).
ભાવાર્થઃ– જો દેહમય દ્રવ્યલિંગ મોક્ષનું કારણ હોત તો અર્હંતદેવ વગેરે દેહનું મમત્વ છોડી દર્શનજ્ઞાનચારિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત! માટે એ નક્કી થયું કે-દેહમય લિંગ મોક્ષમાર્ગ નથી, પરમાર્થે દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ-
‘કેટલાક લોકો અજ્ઞાનથી દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનતા થકા મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. તે (-દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને ગ્રહણ કરવું તે) અનુપપન્ન અર્થાત્ અયુક્ત છે; કારણ કે...’
જુઓ, નગ્નદશા અને પંચમહાવ્રતના પરિણામ એ દ્રવ્યલિંગ છે. અજ્ઞાનથી જીવ તેને મોક્ષમાર્ગ માનીને મોહથી દ્રવ્યલિંગને જ ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એમ કહ્યું ને? તો દ્રવ્યલિંગને ગ્રહણ કરી શકે છે એમ સિદ્ધ નથી કરવું. તો કેમ કહ્યું? નગ્નદશાને જીવ ગ્રહણ કરી શકતો નથી, પણ અજ્ઞાની ગ્રહણ કરવાનું માને છે એ અપેક્ષાએ નામમાત્ર કહ્યું છે. (પરને) ગ્રહે છે ને છોડે છે એમ કહીએ એ તો વ્યવહારથી વાત છે. સમજાવવું છે ને? તો બીજી શી રીતે કહે? એ તો ગાથા ૩૪ની ટીકામાં ન આવ્યું કે રાગના ત્યાગનું કર્તાપણું આત્માને નામમાત્ર છે? પરમાર્થે રાગનો કર્તા આત્મા નથી, રાગના ત્યાગનો પણ કર્તા આત્મા નથી. રાગનો ત્યાગ કરવો એ વાસ્તવમાં આત્મામાં લાગુ જ પડતું નથી, ભાઈ! જ્યાં જે નયવિવક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. અહીં કહે છે- દ્રવ્યલિંગને મોક્ષમાર્ગ માનીને તેને ગ્રહણ કરવું તે અયુક્ત છે. કેમ અયુક્ત છે? તો કહે છે-
‘કારણ કે બધાય ભગવાન અર્હંતદેવોને, શુદ્ધ જ્ઞાનમયપણું હોવાને લીધે દ્રવ્યલિંગને આશ્રયભૂત શરીરના મમકારનો ત્યાગ હોવાથી, શરીરાશ્રિત દ્રવ્યલિંગના ત્યાગ વડે દર્શનજ્ઞાનચારિત્રની મોક્ષમાર્ગપણે ઉપાસના જોવામાં આવે છે. (અર્થાત્ તેઓ