ગાથા ૨૩-૨૪-૨પ ] [ ૮૯ (આત્મામાં) નથી એવા રાગને જ્ઞેય બનાવીને માન્યું કે તે (રાગ) હું છું એ પર્યાય મિથ્યાત્વની પર્યાય છે. એને મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે. જે પર્યાયે, તે જેની છે એવા પૂર્ણાનંદના નાથ ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવને દ્રષ્ટિમાં લઈને એ (આત્મા) હું છું એમ સ્વીકાર કર્યો એ પર્યાય સત્ય થઈ, કેમકે એમાં સત્યનો સ્વીકાર છે. એ પર્યાય સમ્યગ્દર્શન છે, ધર્મ છે.
અહાહા! આચાર્યોએ-દિગંબર સંતોએ અસીમ કરુણા કરી છે. તેઓ તો જંગલમાં વસતા હતા. એમને કોઈની શું પડી હતી? આ તાડપત્ર ઉપર અક્ષર લખાતા હતા એ જાણતા હતા. (એ લખતા હતા એમ નહિ) લખાઈ ગયા પછી કોઈ આવે તો સોંપી દઉં એમ કોઈની વાટ પણ જોવા રહેતા નહિ. અંકલેશ્વરની બાજુમાં સજોદ ગામ છે. ત્યાં આપણે ગયા હતા. બહુ જૂનું ગામ છે. ભગવાનની પ્રતિમા બહુ જૂની છે. આસપાસ નદીના કાંઠે હજારો તાડપાત્રોનાં ઝાડ છે. ત્યાં જોવા ગયા હતા. મુનિઓ ત્યાં રહેતા અને ઝાડ પરથી નીચે ખરી પડેલાં તાડપત્રમાં લખતા અને ત્યાં મૂકી દેતા. કોઈ ગૃહસ્થને ખબર હોય કે મુનિરાજ તાડપાત્ર ઉપર લખે છે તો તે લખેલાં તાડપત્રો પડયાં હોય તે ઉપાડી લેતા. ભાઈ! આ રીતે સંગ્રહ થઈને આ શાસ્ત્ર બન્યું છે. એમાં ભગવાન! કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યદેવે આ કહ્યું છે કે-ભગવાન! તારી પ્રભુતા શુદ્ધ ઉપયોગમય છે. તારી ઈશ્વરતા-સામર્થ્ય રાગથી અધિક-ભિન્ન અંદર આત્મામાં પડી છે. ૩૧ મી ગાથામાં કહ્યું છે ને કેઃ-
ભાઈ, રાગથી ભિન્ન-અધિક તારું જ્ઞાનતત્ત્વ અંદર ધ્રુવ પૂર્ણાનંદથી ભરેલું એક અખંડ પડેલું છે. એનો અનાદર કરી, એને વિષય ન બનાવતાં ‘રાગ તે હું છું’ એમ પર્યાયે રાગને વિષય બનાવ્યો એ દ્રષ્ટિ વિપરીત છે, મિથ્યા છે.
ભગવાન આત્મા ચૈતન્યજ્ઞાનઘન છે. જેમ પહેલાં શિયાળામાં ઘી જામીને એવાં ઘન થતાં કે એમાં આંગળી તો ન ખૂંપે પણ તાવેથોય ન પ્રવેશી શકે, વળી જાય. તેમ આ ભગવાન જ્ઞાનઘન એવો છે કે તેમાં શરીર, મન, વાણી અને કર્મ તો એમાં ન પ્રવેશી શકે પણ તેમાં વિકલ્પનોય પ્રવેશ નથી. જો આ નિત્ય-ઉપયોગસ્વરૂપ ભગવાનમાં વિકલ્પનો પ્રવેશ નથી તો ‘હું રાગ છું’ એમ તું કેવી રીતે કહે છે? જેમ ખારાપણાને અને દ્રવપણાને અવિરોધ છે એટલે મીઠું દ્રવીને પ્રવાહીરૂપે થાય છે તેમ શું ભગવાન જ્ઞાનઘન નિત્ય ઉપયોગમય આત્મા દ્રવીને રાગપણે થાય છે? (નથી થતો.)
(સંપ્રદાયમાં) એમ બોલે કે “મા હણો, મા હણો.” વ્યાખ્યાન શરૂ થાય એટલે આમ બોલે. અમે પણ બોલતા હતા કે કોઈ જીવને “મા હણો, મા હણો”-આ