૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ ભગવાનનો ઉપદેશ છે. પણ એમ નથી, ભાઈ. પર જીવને કોણ હણી શકે છે? (અર્થાત્ કોઈ કોઈને હણી શક્તું નથી.) પરંતુ તું એ રાગને પોતાનો માનીને સ્વભાવની હિંસા કરે છે એ તારો ઘાત છે, એ પુણ્ય-પાપના વિકલ્પ તો રાગ છે, અસ્વભાવભાવ છે. અણ-ઉપયોગ મય અચેતન જડ છે અને દુઃખદાયક છે. પણ એને કયાં દરકાર છે? આખો દિવસ રળવું, ખાવું-પીવું અને ભોગવવું, બસ. કદાચિત્ સમય મળતાં સાંભળવા જાય તો કુગુરુઓ એને લૂંટી લે. બસ એવું સાંભળે કે દયા પાળો, વ્રત કરો આદિ; એથી કલ્યાણ થઈ જશે, ધૂળેય કલ્યાણ નહિ થાય, ભાઈ! સાંભળને. ભગવાન સર્વજ્ઞદેવે જેવો જોયો છે એવા નિત્યઉપયોગ-સ્વભાવી ચૈતન્યસ્વરૂપ આત્માની તને ખબર નથી, ભાઈ. એ સદા જાણનાર-સ્વભાવે રહેલો જ્ઞાયક પ્રભુ કદીય રાગસ્વભાવે થતો નથી. મીઠું જેમ દ્રવીને પાણી થાય તેમ એ જ્ઞાનઘન દ્રવીને કદીય રાગપણે થતો નથી. અહો! અદ્ભુત શૈલી અને અદ્ભુત વાત છે!
આ શરીર આદિ જડ એ તો બધા માટીના આકાર છે. એ કાંઈ આત્માના નથી, આત્મામાં નથી. એમાં આત્મા પણ નથી. એવા શરીરની આકૃતિને સુંદર દેખીને તને હોંશ અને ઉત્સાહ કેમ આવે છે? એ ઉત્સાહ (રાગ) તો પુદ્ગલનો ઉત્સાહ છે. તારો આત્મા ત્યાં ઘાત પામે છે. અરે! પરમાંથી આનંદ આવે છે એવું તેં માન્યું છે પરંતુ તારા આનંદની ખાણ તો ત્રિકાળી ધ્રુવ પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે. તેમાંથી આનંદ આવે છે. જેમ ગોળના રવા હોય છે ને? તે રવા બહુ તડકો પડે એટલે પીગળીને રસ થાય? શું એ રસ ગોળનો હોય કે (કડવી) કાળી જીરીનો? તેમ ભગવાન આત્મા ધ્રુવ ઉપયોગમય જ્ઞાનાનંદસ્વભાવી છે. એમાં એકાગ્ર થતાં અંદરથી જ્ઞાન અને આનંદનો પ્રવાહ દ્રવે છે. જેમ ગોળ પીગળે તો ગળપણપણે પીગળે તેમ ભગવાન આત્મા પરિણામે તો જ્ઞાન અને આનંદની પર્યાયપણે પરિણમે. અને એને આત્મા કહેવાય.
અહો! ગાથાઓ કેવી અલૌકિક છે! એક-એક ગાથા ન્યાલ કરી નાખે એવી છે. એની દ્રષ્ટિને ગુલાંટ ખવરાવે છે. આમ (આત્મામાં) જાને, ભાઈ! એમ (રાગમાં) કયાં જાય છે? અરે! તને વિકલ્પનું અને વિકલ્પ નિમિત્તે થતી શરીરની ક્રિયા-ઉપવાસાદિ વડે શરીર જીર્ણ અને શિથિલ થાય-એનું માહાત્મ્ય કેમ આવે છે? અનંત મહિમાવંત અંદર અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનનો નાથ એકલા જ્ઞાન અને આનંદનો રવો પડેલો છે એમાં એકાગ્રતા અને ધ્યાન કર તો, જેમ ગોળનો રવો ગળપણે પીગળે તેમ એમાંથી આનંદ અને જ્ઞાન આવશે.
હવે કહે છે કેઃ-‘નિત્યઉપયોગલક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે; જડ, ચેતન કદી પણ એક થઈ શકે નહિ.’ જુઓ, જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર ન હોય અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ ન હોય. તેમ ભગવાન આત્મા જ્યારે