Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3700 of 4199

 

સમયસાર ગાથા-૪૧૨ઃ ૨૪૯

अद्य अपि समयस्य सारम् न पश्यन्ति] તે પુરુષો તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને) દેખતા-અનુભવતા નથી. કેવો છે તે સમયસાર અર્થાત્ શુદ્ધ આત્મા? [नित्य–उद्योतम] નિત્ય પ્રકાશમાન છે (અર્થાત્ કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શક્તું નથી), [अखण्डम्] અખંડ છે (અર્થાત્ જેમાં અન્ય જ્ઞેય આદિના નિમિત્તે ખંડ થતા નથી), [एकम्] એક છે (અર્થાત્ પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી, [अतुल– आलोकं] અતુલ (-ઉપમારહિત) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી), [स्वभाव–प्रभा–प्राग्भारं] સ્વભાવપ્રભાનો પુંજ છે (અર્થાત્ ચૈતન્યપ્રકાશના સમૂહરૂપ છે), [अमलं] અમલ છે (અર્થાત્ રાગાદિ-વિકારરૂપી મળથી રહિત છે).

(આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય-કારણસમયસારનો અનુભવ નથી; તો પછી તેમને કાર્યસમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય?) ૨૪૧.

*
સમયસાર ગાથા ૪૧૨ઃ મથાળું

હવે આ જ ઉપદેશ ગાથા દ્વારા કરે છેઃ-

* ગાથા ૪૧૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘(હે ભવ્ય!) પોતે અર્થાત્ પોતાનો આત્મા અનાદિ સંસારથી માંડીને પોતાની પ્રજ્ઞાના (-બુદ્ધિના) દોષથી પરદ્રવ્યમાં-રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહેલો હોવા છતાં, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વાળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન-જ્ઞાન- ચારિત્રમાં નિરંતર સ્થાપ;....’

આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ આનંદનો રસકંદ છે; પણ પોતે અનાદિ સંસારથી માંડીને પોતાને ભૂલેલો છે. તે પોતાની પ્રજ્ઞાના દોષથી પોતાને ભૂલેલો છે; કર્મના કારણે ભૂલ્યો છે એમ નહિ, પોતાની પ્રજ્ઞાના અપરાધથી પોતાને ભૂલ્યો છે અને અનાદિથી નિરંતર રાગ- દ્વેષમાં જ સ્થિત રહ્યો છે. પરની ક્રિયા તો કોઈ કરી શકતું જ નથી ભાઈ! પોતે જ પોતાના સ્વરૂપને ભૂલીને પર્યાયમાં નવા નવા સંકલ્પ-વિકલ્પ કરે છે-તે પોતાનો અપરાધ છે. અહા! પર્યાયમાં અનાદિથી આવી ભ્રમણા ચાલી આવે છે, અંદર પોતે તો જ્ઞાનાનંદસ્વરૂપ જેવો છે તેવો છે.

અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વદ્રવ્ય છે, ને રાગ-દ્વેષના ભાવ, અસંખ્યાત પ્રકારના પુણ્ય-પાપના ભાવ પરદ્રવ્ય છે. પરદ્રવ્યના લક્ષે થતા તે ભાવ પરદ્રવ્ય