૨૭૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ (અર્થાત્ શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે), તેમણે શુદ્ધાત્મ-અનુભવનરૂપ પરમાર્થને જાણ્યો જ નથી; અર્થાત્ એવા જીવો શરીરાદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી.’
મહાવ્રતના પરિણામને તત્ત્વાર્થ સૂત્રમાં આસ્રવ કહ્યા છે. તે ભાવ દુઃખ છે. મોક્ષ અધિકારમાં તેને વિષકુંભ કહેલો છે. હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ પાપના ભાવ તો મહાદુઃખરૂપ છે, એ અતિ આકરા ઝેરનો ઘડો છે, પરંતુ મહાવ્રતાદિ શુભપરિણામ પણ ઝેરનો ઘડો છે તેનાથી ભિન્ન અંદર ચૈતન્યઘનસ્વરૂપ આત્મા છે તે અમૃતકુંભ છે. અતીન્દ્રિય આનંદરસના રસિયા રસિક પુરુષો તેને સ્વાનુભવની ધારાએ પીવે છે, અનુભવે છે.
બેનશ્રીમાં (-વચનામૃતમાં) આવે છે કે -“મુનિરાજ કહે છે- અમારો આત્મા અનંત ગુણરસથી, અનંત અમૃતરસથી ભરેલો અક્ષય ઘડો છે. તે ઘડામાંથી પાતળી ધારે અલ્પ અમૃતપીવાય એવા સ્વસંવેદનથી અમને સંતોષ નથી. અમારે તો પ્રત્યેક સમયે પૂરું અમૃત પીવાય એવી પૂર્ણ દશા જોઈએ છે.” અહો! કેવું અલૌકિક ચૈતન્ય દ્રવ્ય અને કેવી અલૌકિક એની પૂરણ વ્યક્ત દશા! ! એ પૂરણ દશામાં સાદિ-અનંતકાળ પ્રતિસમય પૂરું અમૃત પીવાય છે અને ઘડોય સદા પૂર્ણ ભરેલો જ રહે છે. અહા! જુઓ આ મુનિરાજની ભાવના! અંદર પ્રચુર આનંદને અનુભવે છે, પણ ધારાવાહી અતીન્દ્રિય પૂર્ણ આનંદ જોઈએ છે. અહા! આવી અલૌકિક મુનિદશા છે. પણ વ્યવહારમાં મુગ્ધ જીવોને અંતર- દશાની ખબર નથી, બહારમાં શરીરની ક્રિયાને દેખી શરીરની ક્રિયામાં જ મમત્વ ધારણ કરે છે. અરે! તેઓને પરમાર્થસ્વરૂપ નિજ શુદ્ધ તત્ત્વનો અનુભવ થતો નથી. જેમ ફોતરાંને જ કૂટયા કરે તેને તંડુલની પ્રાપ્તિ થતી નથી તેમ પરદ્રવ્યને જ આત્મા જાણી આચરણ કરે છે તેમને પરમાર્થસ્વરૂપ ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી. સમજાણું કાંઈ...?
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-
‘द्रव्यलिंग–ममकार–मीलितैः समयसारः एव न द्रश्यते’ જેઓ દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ-વિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; ‘यत् इह द्रव्यलिंगम् किल अन्यतः’ કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્ય દ્રવ્યથી થાય છે, ‘इदम् ज्ञानम् एव हि एकम् स्वतः’ આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી) થાય છે.
અહા! એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણ્યા એ ભગવાનની ૐધ્વનિમાં સિંહનાદ થયો કે-ભગવાન! તું નિશ્ચયે પરમાત્મસ્વરૂપ છો, મારી જાત એ જ તારી