Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 373 of 4199

 

૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ એમને વિરોધ છે. એ ભાવો કદીય આત્મા સાથે એકપણે નથી. તેથી એ શરીર, મન, વાણી અને સર્વ વિકલ્પોનું લક્ષ છોડી ભગવાન જ્ઞાયક પ્રકાશસ્વરૂપ જે ઉપયોગસ્વભાવે વિરાજે છે તેમાં અંદરમાં જો ને. (તેથી તારું ભલું થશે.)

પ્રવચનસાર, ગાથા ર૦૦ માં આવે છે કે જ્ઞાયક તો જ્ઞાયકપણે જ રહ્યો છે. પણ તેં મોહ વડે અન્યથા અધ્યવસિત કર્યો છે. એટલે કે તેં એને બીજી રીતે માન્યો છે કે-હું (જ્ઞાયક) રાગપણે છું. વસ્તુ તો જ્ઞાયકપણે અનાદિઅનંત રહી છે, પણ તેં માન્યતામાં ગોટાળો કર્યો છે. પણ તું માને એટલે શું વસ્તુ જ્ઞાયક જ્ઞેય (રાગ, પરવસ્તુ) સાથે એકરૂપ થઈ છે? (નથી થઈ) વસ્તુ જ્ઞાયક ચૈતન્યસૂર્ય તો શાંતરસવાળો ઉપશમરસથી ભરેલો શાંત-શાંત સમુદ્ર-દરિયો છે. (જગતનો) સૂર્ય તો ઉષ્ણ છે, પણ આ ચૈતન્યસૂર્ય તો ઉપશમરસનો દરિયો છે. ભક્તિમાં આવે છે ને કે-“ઉપશમરસ વરસે રે પ્રભુ! તારા નયનમાં.” આત્મા ઉપશમરસનો કંદ અકષાયસ્વભાવી-વીતરાગસ્વરૂપી છે. એ વીતરાગસ્વભાવી વસ્તુ શું કદીય રાગપણે થાય? (કદી ન થાય.)

હવે કહે છેઃ-‘તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જ્વળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ “આ મારું છે” એમ અનુભવ (એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.)’ શું કહે છે? આનંદમૂર્તિ ભગવાન ચૈતન્યપ્રકાશની ઝળહળ જ્યોતિ ત્રિકાળ એવી ને એવી રહી છે, રાગપણે-દુઃખપણે થઈ જ નથી. તેથી તું સર્વ પ્રકારે (ગ્લાનિ અને નિરાશા છોડીને) પ્રસન્ન થા. અહાહા! એક વાર હા પાડ, એક વાર આ ચૈતન્યસ્વરૂપ ભગવાનનો આદર કર. એક વાર તેમાં દ્રષ્ટિ કર તો અંદરમાં એકલી વીતરાગમૂર્તિ જિનસ્વરૂપે ભગવાન વિરાજે છે તેનાં તને દર્શન થશે. કહ્યું છે ને કેઃ-

“જિન સો હી હૈ આત્મા, અન્ય સો હી હૈ કર્મ;
યહૈ વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ.”

અહો! અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં અદ્ભુત અમૃત રેડયાં છે. કહે છે સર્વ પ્રકારે પ્રસન્ન થા. વીર્યને ઉછાળી એવી ને એવી જે જ્ઞાનાનંદસ્વરૂપ ચીજ પડી છે એની અંદર જા. તેથી તને આનંદ-અમૃતનો સ્વાદ આવશે. કરવાનું તો આ છે, ભાઈ. આ કર્યું નહિ તો કાંઈ કર્યું નહિ. દુનિયા આવી સરસ વાતોને છોડી તકરાર, વાદવિવાદ અને ઝઘડામાં પડે, પણ એમાં આત્મા કયાં મળે?

અનંતવાર નરકમાં ગયો, નિગોદમાં ગયો, આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન કર્યાં, મિથ્યાત્વભાવ સેવ્યા, પરંતુ વસ્તુ જ્ઞાયક ભગવાન તો એવો ને એવો જ રહ્યો છે. તેથી કહે છે કે તું પ્રમુદિત થઈ, પ્રસન્ન થઈ ચિત્તને ઉજ્જ્વળ કર. પરના લક્ષે જે તારું ચિત્ત મલિન છે તે સ્વનું લક્ષ કરી નિર્મળ કર અને અંદર એકરૂપ જ્ઞાયકભાવમાં જ સાવધાન થઈ એ સ્વદ્રવ્યને જ ‘આ મારું છે’ એમ અનુભવ. અહાહા! સ્વદ્રવ્ય જે નિજ ત્રિકાળી