ગાથા ૨૩-૨૪-૨પ ] [ ૯૩ જ્ઞાયકભાવ ચિદાનંદસ્વરૂપ એ જ હું છું એમ વર્તમાન પર્યાયને ત્યાં જડી દે, એમાં સ્થિર કરી દે. અહો! કેવી શૈલી! તદ્ન સાદી ભાષામાં ઊંચામાં ઊંચું તત્ત્વ ભર્યું છે. કહે છે કે- પ્રસન્ન થઈ અંતરંગમાં સાવધાન થઈ પરિણતિને એક જ્ઞાયકમાં જ લીન કરી દે, ડૂબાવી દે. લ્યો, આ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
‘આ અજ્ઞાની જીવ પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે તેને ઉપદેશ કરી સાવધાન કર્યો છે કે જડ અને ચેતનદ્રવ્ય-એ બન્ને સર્વથા જુદાં જુદાં છે.’ઃ-અજ્ઞાની જીવ કોને કહીએ? આ દેહમાં ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપે વિરાજમાન છે. પરંતુ પોતે કોણ અને કેવો છે એનું જેને ભાન નથી તે અજ્ઞાની છે. આવો અજ્ઞાની જીવ પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે. જેને પોતાની વસ્તુ જે અનાદિથી જ્ઞાનાનંદસ્વરૂપ છે તે ખ્યાલમાં આવી નથી તેથી તે અન્યત્ર પરમાં પોતાનું અસ્તિત્વ માને છે. તે પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ કે હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભભાવ-જે નિશ્ચયથી પુદ્ગલ છે, સ્વભાવ નથી-તેને પોતાના માને છે.
પોતાના સત્ત્વની અનાદિથી ખબર નહીં હોવાથી પોતાની ચીજથી વિપરીત એવા પુણ્ય-પાપના વિકલ્પોને-રાગને પોતાનું સત્ત્વ જે માને છે તેને અહીં સંતોએ ઉપદેશ કરી સાવધાન કર્યો છે. ભાઈ! તું તો ત્રિકાળી જ્ઞાયક પ્રભુ ચેતનદ્રવ્ય છે. અને જેને તું પોતાના માને છે એવા આ પુણ્ય-પાપના વિકલ્પો-રાગ તો અચેતન જડ છે, પુદ્ગલરૂપ છે. માટે આ તારી માન્યતા અજ્ઞાન છે કેમ કે જડ અને ચેતનદ્રવ્ય સર્વથા જુદા જુદા છે, કોઈ પણ પ્રકારે તે બે એક નથી.
જૈનપત્રોમાં (સામયિકોમાં) બધું ઘણું આવે છે કે-આ વ્યવહાર, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના જે ભાવ છે એને પુણ્ય કહી હેય કહો છો. પણ એનાથી તો તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, ઇન્દ્ર આદિ પદવી મળે છે અને પછી મોક્ષ થાય છે. તો એને (પુણ્યને) હેય કેમ કહેવાય? તમે એને હેય કહો છો એ અજ્ઞાન છે. ઘણું લખ્યું છે કે-ભગવાને એને ધર્મ કહ્યો છે અને એનાથી ઊંચાં પદ મળે અને પછી મોક્ષે જાય ઇત્યાદિ. અરે ભાઈ! તને ખબર નથી, બાપુ. એ પદવીનાં પુણ્યો કોને હોય છે? જેને આત્મા સચ્ચિદાનંદ ભગવાન અનંત-આનંદનો કંદ પ્રભુ અંદર વિરાજે છે તે અનુભવમાં આવ્યો છે, જેને આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનો (સ્વસંવેદન પ્રત્યક્ષ) સાક્ષાત્કાર થયો છે અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે એવા સમક્તિીને કંઈક મંદરાગ (પુણ્યભાવ) હોય છે. એને આ રાગના ફળમાં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, ઇન્દ્ર આદિ સાત સ્થાનો જે કહ્યાં છે તે હોય છે. જેને રાગ હેયબુદ્ધિએ છે અને રાગની ઇચ્છા નથી એવા સમ્યગ્દ્રષ્ટિને રાગના (વ્રતાદિના) ફળમાં આ પદો હોય છે. પરંતુ અજ્ઞાનીને તો આ પદો