Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3757 of 4199

 

૩૦૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ શબ્દ છે. સાકર શબ્દ જેમ મીઠાશથી ભરેલા સાકર પદાર્થને બતાવે છે તેમ ‘પરમાનંદ’ શબ્દ પરમ આનંદ -પૂરણ અતીન્દ્રિય આનંદનો જે ભાવ તેને બતાવે છે. અહીં કહે છે - પરમાનંદસ્વરૂપ જે દ્રવ્યસ્વભાવ છે તેમાં સર્વ ઉદ્યમથી જે સ્થિત થશે તે ‘પરમાનંદ’ શબ્દથી વાચ્ય એવો જે અનાકુળ ઉત્તમ આનંદ તે-સ્વરૂપ-પરમાનંદસ્વરૂપ-પરમ સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે. આવી વાત છે.

* ગાથા ૪૧પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ, અથવા સમય એટલે આત્મા. તેનું કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે જે સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. દ્વાદશાંગશાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને આ સમયપ્રાભૃતશાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. આ શબ્દબ્રહ્મ (અર્થાત્ સમયપ્રાભૃતશાસ્ત્ર) પરબ્રહ્મને (અર્થાત્ શુદ્ધ પરમાત્માને) સાક્ષાત્ દેખાડે છે.....’

જુઓ, ‘સમય’ શબ્દના બે અર્થ થાય છે. સમય એટલે પદાર્થ અથવા સમય એટલે આત્મા. શુદ્ધ ચૈતન્યઘન ચિદાનંદકંદ પ્રભુ આત્મા સમય છે, અને તેને કહેનારું- બતાવનારું આ સમયપ્રાભૃત શાસ્ત્ર છે. ભગવાન આત્મા સ્વ અને પર એમ સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. એટલે શું? કે લોકના સ્વ-પર સમસ્ત પદાર્થોને જાણવાનો આત્માનો સ્વભાવ છે. અહાહા.....! લોકમાં અનંત સિદ્ધો, એનાથી અનંત ગુણા નિગોદરાશિ સહિત સંસારીઓ, એનાથી અનંતગુણા પુદ્ગલો ઈત્યાદિ- એ બધાને પ્રકાશવાનો-જાણવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. પરંતુ કોઈ પર પદાર્થોનો કર્તા આત્મા નથી. આ ભાષા-શબ્દો બોલાય છે ને? એ ભાષા-શબ્દોનો કર્તા આત્મા નથી. અરે ભાઈ! શબ્દોમાં આત્મા નહિ, ને આત્મામાં શબ્દો નહિ; આત્માને શબ્દોનું કર્તૃત્વ ત્રણકાળમાં નથી. શબ્દોનો જાણનહાર પ્રભુ આત્મા છે, પણ શબ્દોનો કર્તા નથી. ભાઈ! પરની ક્રિયા કરી શકે એવું આત્માનું સ્વરૂપ નથી. પર માટે એ પંગુ-પાંગળો જ છે; અર્થાત્ જાણવા સિવાય પરમાં આત્મા કાંઈ જ કરી શકતો નથી. આનું નામ આત્માનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. સમજાણું કાંઈ.....?

અરે! પરની દયા પાળું ને દાન કરું- એમ પરની ક્રિયા કરવાનાં મિથ્યા અભિમાન કરીને ચારગતિમાં રખડી-રખડીને એ મરી ગયો, પણ અનંતકાળથી પોતે -આત્મા શું ચીજ છે ને વીતરાગ પરમેશ્વર કોને આત્મા કહે છે તે જાણવાની એણે દરકાર કરી નહિ! ભગવાને આત્મા જોયો, જાણ્યો ને કહ્યો તે, અહીં કહે છે, પૂરા વિશ્વનો પ્રકાશક છે. અહાહા.....! ચૈતન્યના નૂરનું પૂર એવો આત્મા સર્વપ્રકાશક -સર્વજ્ઞસ્વભાવી છે. સ્વ-પર- સર્વને જાણે એવો તેનો ત્રિકાળી સ્વભાવ જ છે. આવા વિશ્વપ્રકાશક પરબ્રહ્મસ્વરૂપ