ગાથા ૨૩-૨૪-૨પ ] [ ૯પ પરદ્રવ્યને એકપણે માનવું છોડી દે. આ પહેલી વાત કે આત્મા શરીર અને રાગાદિથી ભિન્ન છે એ એને આકરી પડે છે. એટલે શુભભાવ કરતાં કરતાં સારી પદવી મળશે અને પછી મોક્ષ થશે એમ વિચારે છે. પણ ધૂળેય નહિ મળે (ઊંચાં પુણ્ય નહિ બંધાય), સાંભળને અજ્ઞાનીને પદવી કેવી?
પ્રશ્નઃ– પહેલાં ભૂમિકા તૈયાર કરવી પડે ને?
ઉત્તરઃ– પહેલાં રાગથી ભિન્ન પડે એ ભૂમિકા છે. આ આત્મા જ્ઞાનપ્રકાશના નૂરનું પૂર છે એવી એને ખબર જ કયાં છે? એ જોવાની એને દરકારેય કયાં છે? પછી ભૂમિકા શામાં તૈયાર કરશે? અરેરે! હા હો અને હરિફાઈ-રળવું, ખાવું-પીવું, કુટુંબ આદિ ભોગવવું, મરવું અને ચાર ગતિમાં રખડવું ઇત્યાદિ સિવાય એને બીજું વિચારવાની નવરાશ જ કયાં છે?
ભાઈ! તારું સ્વરૂપ તો ત્રિકાળી જ્ઞાતા-દ્રષ્ટા છે. એ સ્વરૂપના ભાન વિના પુણ્યભાવના વિકલ્પોથી ધર્મ થાય એમ તું માને છે પણ એ મિથ્યાદર્શન છે. એમ કે પુણ્ય તો કરીએ ને? પણ ભાઈ! એને એના ક્રમમાં શુભભાવ આવ્યા વિના રહેશે નહિ. ક્રમમાં એને શુદ્ધતા નહિ થાય, અને જ્ઞાનીને પૂર્ણ શુદ્ધતા નહિ હોય ત્યાંસુધી શુભભાવ આવશે, વ્યવહાર આવશે. પણ એ હેય છે. આવું વસ્તુસ્વરૂપ છે, ભાઈ. શું થાય? તેથી કહે છે કે ‘વૃથા માન્યતાથી બસ થાઓ.’ રાગ એ હું એવી રાગ સાથે એકપણાની વૃથા માન્યતા છોડી દે. અને આ ચૈતન્યસ્વરૂપ આત્મા તે હું એમ સ્વરૂપનો અનુભવ કર.
હવે આ જ અર્થના કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘अयि’ એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! ‘कथम् अपि मृत्वा’ તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ ‘तत्त्वकौतुहली मन्’ તત્ત્વનો કૌતુહલી થઈ ‘भवमूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्’ આ શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ ‘अनुभव’ આત્માનો અનુભવ કર. જુઓ, કહે છે કે ભગવાન! તું આનંદનો નાથ છે તેને રાગ અને શરીરથી ભિન્ન પાડીને જો. તારું ચિદાનંદ સ્વરૂપ અનાદિઅનંત એવું ને એવું વિરાજે છે તેને મહાકષ્ટે એટલે કષ્ટ કરીને એમ નહિ પણ મહાન પુરુષાર્થ કરીને, મરીને પણ એટલે મરણની ચિંતા (પરવા) કર્યા વિના તું તત્ત્વનો કૌતુહલી થા.
અહાહા! આ ‘આત્મા, આત્મા’ એમ કર્યા કરે છે એ ચીજ છે શું? કોઈ દિવસ જોઈ નથી એ ચીજ શું છે? એક વાર કૌતુહલ તો કર. નવી ચીજ જોવાનું કૌતુહલ કરે છે ને? એમ એને જોવાનું એક વાર તો કૌતુહલ કર. ઘણા વર્ષની વાત છે. એક રાણી હતી. એ ઓઝલમાં (પડદામાં) રહેતી. જ્યારે બહાર નીકળે ત્યારે લોકો કુતૂહલથી