૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ જોવા નીકળે કે રાણીસાહેબા કેવાં હશે? પછી હોય ભલે મડદા જેવાં પણ ઓઝલમાં રહે એટલે જોવાનું કૌતુહલ થાય. અહીં એમ નથી. અહીં તો ચૈતન્યહીરલો અંદર પડયો છે. તેથી કહે છે કે ભગવાન જ્ઞાનની મૂર્તિ અંદર પૂર્ણ ચૈતન્યપ્રકાશ પડયો છે એને રાગ અને શરીરથી ભિન્ન પાડીને જો. જરા કૌતુહલ તો કર કે આ જોનાર કોણ છે? જે શરીરને જાણે, રાગને જાણે, આ જાણે, તે જાણે એ જાણનારમાં શું છે? કહે છે કે જાણનાર જે શરીર અને રાગાદિને જાણે તે શરીર અને રાગાદિ એમાં નથી. જેમ શરીર અને રાગ જ્ઞાનમાં નથી તેમ જ્ઞાન શરીર અને રાગમાં નથી.
હે ભાઈ! આ ચૈતન્યતત્ત્વ શું છે એમ જાણવાનું કુતુહલ (જિજ્ઞાસા) કરી એને જો. વીસ વર્ષ પહેલાંની આ વાત છે. જામનગરમાં નવથી દશ વર્ષનો એક નાનો છોકરો હતો. એણે પ્રશ્ન કર્યો કે-મહારાજ! ચર્ચામાં આપ આત્મા આત્મા કરો છો પણ આમ આંખ મીંચીએ તો ત્યાં અંધારું દેખાય છે. આત્મા તો દેખાતો નથી? ઉત્તરઃ-ભાઈ! એ અંધારું છે એમ એ કોણે જોયું? આ જ્ઞાનપ્રકાશે અંધારાને જોયું કે અંધારાએ અંધારાને જોયું? એ અંધારાને જોનારું જે જ્ઞાન છે તે આત્મા છે. પણ કયાં એની પડી છે એને? એને તો આ પૈસા પાંચ-પચાસ લાખની ધૂળ મળે, કાંઈક આબરૂ મળે એટલે એમ જાણે કે હું મોટો શેઠ. એ અભિમાનમાં પછી જાય મરીને હેઠે. આમ અજીવને મારું માને એ મૂઢ છે. અહીં તો ચોકખી વાત છે, માખણ-બાખણ નથી. અહાહા! આચાર્યની ટીકા તો જુઓ. કહે છે કે ભગવાન! એક વાર તું કોણ છે એનું કુતુહલ તો કર.
આ આત્મા જ્ઞાયકસ્વભાવ તો એવો ને એવો રહ્યો છે. અનાદિથી એવો છે. ગમે તેટલા મિથ્યાત્વભાવ સેવ્યા. અનંત વાર નરક-નિગોદમાં ગયો, કીડા, કાગડા, કૂતરા આદિ પશુના અનંત ભવ કર્યા, ૮૪ લાખ યોનિમાં અનંત પરિભ્રમણ કર્યું પણ એ ભગવાન વસ્તુ તો વસ્તુપણે (જ્ઞાયકભાવપણે) ત્રિકાળ રહી છે. તેથી કહે છે આ મૂળ વસ્તુને જો અને પામ. બીજું ભલે આવે, વ્યવહાર ભલે હો. જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુના ભાન વિના તારા એ વ્યવહારને વ્યવહાર કહેતા નથી. લોકોને આ બહુ ખટકે છે. (અને લોકો એમાં જ અટકે છે) એ વ્યવહાર પણ વ્યવહાર કયારે કહેવાય, ભાઈ? જ્યારે એને અંતરમાં આત્માનો અનુભવ થાય ત્યારે. પછી જ્યાં સુધી એ સ્વરૂપમાં પૂર્ણ સ્થિર થાય નહિ ત્યાંસુધી એને એવો ભક્તિ, પૂજા આદિનો રાગ આવે. એ રાગને વ્યવહાર કહેવાય. પણ એ પુણ્યબંધનું કારણ છે, ધર્મ નહિ. એનાથી ચક્રવર્તી, બળદેવ આદિ પદવી મળે. પણ એ પુણ્યબંધનું કારણ છે, ધર્મ નહિ. એનાથી ચક્રવર્તી, બળદેવ આદિ પદવી મળે. પણ અજ્ઞાની એકલાં દયા, દાન આદિ કરી એને ધર્મ માને તો એ તો મિથ્યાત્વનું સેવન છે. એનાથી તો પરંપરાએ હેઠે (નરક-નિગોદે) જાય. શું કરીએ, ભાઈ? વસ્તુસ્થિતિ આવી છે.
અહાહા! કહે છે કે આ શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત પાડોશી થઈ આત્માનો અનુભવ કર. ‘શરીરાદિ’ શબ્દ છે ને? એટલે એ બધાં મૂર્તિકદ્રવ્ય. દયા, દાન, વ્રત