Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 378 of 4199

 

ગાથા ૨૩-૨૪-૨પ ] [ ૯૭ આદિ પુણ્યના પરિણામ પણ મૂર્ત છે. એ બધા મૂર્તદ્રવ્યોનો પાડોશી થા (સ્વામી નહિ), અને જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકાવ કર. તેથી તને રાગ અને શરીરથી જુદો ચૈતન્યભગવાન દેખાશે. રાગ અને પુણ્યને તું વેદે છે એ તો અજીવનો અનુભવ છે. રાગમાં ચૈતન્યજ્યોતિ નથી. જેમ અગ્નિની જ્યોત ઉપર કાજળ ઝીણી ઝીણી કાળી છારી હોય એ અગ્નિ નથી તેમ ચૈતન્યજ્યોતિ ભગવાન આત્મામાં ઉપર જે પુણ્ય-પાપના વિકલ્પ છે એ કાજળ સમાન છે, એ આત્મા નથી. અહીં કહે છે કે પુણ્ય-પાપના વિકલ્પથી બે ઘડી ભિન્ન પડી નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કર. ભાઈ! જન્મ-મરણના ફેરા મટાડવા હોય એણે કરવાનું આ છે.

એકવાર પ્રભુ! તું રાગ અને શરીરનું લક્ષ છોડી અંતરમાં લક્ષ કર. તેથી તને રાગ અને શરીરનું સાચું પાડોશીપણું થશે. ક્ષણવારમાં આત્મા રાગથી જુદો પડી જશે, ફરી એક થશે નહિ. આ અનુભવ તે સમ્યગ્દર્શન છે. હવે આ ચીજ વિના વ્રત, તપ વગેરે કરીને મરી જાય પણ શું થાય? બહુ બહુ તો શુભભાવ થાય. પણ એ તો રાગ છે. રાગને તો આગ કહી છે. દોલતરામજીએ છહઢાળામાં કહ્યું છેઃ-“યહ રાગ આગ દહૈ સદા તાતૈં સમામૃત સેઈએ” રાગનો વિકલ્પમાત્ર આગ છે અને ભગવાન આત્મા શાન્તિના અમૃતનો સાગર છે. રાગ કષાય છે. કષાય એટલે કષ+આય-જે સંસારનો લાભ આપે તે. રાગદશા તો સંસારનો લાભ આપનારી છે. માટે એનાથી ભિન્ન પડી અમૃતનો સાગર પ્રભુ ચૈતન્ય ભગવાનનો અનુભવ કર. અહીં જેમ मृत्वा એટલે મરણાંત પરિષહની પણ દરકાર કર્યા વિના આત્માનુભવ કર એમ કહ્યું છે તેમ અધ્યાત્મતરંગિણીમાં च्युत्वा એટલે મોહથી છૂટીને તું અંદર જો કે એ કોણ છે અને એનો અનુભવ કર. ભાષા સાદી છે પણ ભાવ તો આ છે, ભાઈ.

જ્યારે સમ્યગ્દર્શન થશે ત્યારે તને આત્મજ્ઞાન એટલે આત્મા જેવો છે તેવું તેનું જ્ઞાન થશે. તેથી નિજપદ પ્રાપ્ત થશે અને પછી મોક્ષ થશે, બહારમાં ધામધૂમ કરે, મંદિરો બંધાવે પણ એ બધામાં સાર વાત આ એક જ છે કે રાગાદિનો પાડોશી થઈ આત્માને કેટલો અનુભવ્યો? (અનુભવ પ્રધાન છે) હવે કહે છે अथ येन કે જેથી स्वं विलसन्तं પોતાના આત્માને વિલાસરૂપ, पृथक् समालोक्य સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી मूर्त्या साकम् આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે एकत्वमोहम् એકપણાના મોહને झगिति त्यजसि તું તુરત જ છોડશે.

પહેલાં એમ કહ્યું કે શરીરાદિ મૂર્તદ્રવ્યોથી ભિન્ન પડી કોઈ પણ રીતે આત્માનો અનુભવ કર. હવે કહે છે કે એ અનુભવથી તને અતીન્દ્રિય આનંદના ધામરૂપ ભગવાન આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન દેખાશે. જ્યારે પુણ્ય-પાપના વિકલ્પનો અનુભવ હતો ત્યારે