૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ સ્વનો વિલાસ ન હતો. હવે આત્માનુભવથી નિજવૈભવનો વિલાસ તને પ્રાપ્ત થશે. “ નિજપદ રમે સો રામ કહીએ.” નિજ આનંદધામસ્વરૂપ આત્મામાં રમે તે આતમરામ છે. તેને અતીન્દ્રિય આનંદની મોજ-વિલાસ પ્રાપ્ત થાય છે. તેથી હે ભાઈ! તું આત્માનુભવ કર જેથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન વિલાસરૂપ આત્માને સમ્યક્ પ્રકારે અવલોકીને-દેખીને- પ્રત્યક્ષ સાક્ષાત્ આત્માના આનંદનું વેદન કરીને આ શરીરાદિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તુરત જ છોડી દઈશ. રાગ સાથે એકપણાનો જે મોહ-મિથ્યાત્વ તને સમયે સમયે થાય છે તે આ આત્માનુભવ થતાં-આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદન થતાં તરત જ છૂટી જશે. લ્યો, આ ધર્મની રીત છે. જેનાથી સંસારનો અંત આવી જાય તે ધર્મ છે.
‘જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આવ્યે પણ ડગે નહિ, તો ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષને પ્રાપ્ત થાય.’ જુઓ અહીં ‘શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે’ એમ કહ્યું છે. અશુદ્ધ રાગાદિનો અનુભવ તો એ અનાદિથી કરે જ છે. એટલે ત્યાંથી ગુલાંટ મારી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનું કહ્યું છે. વળી પરિષહ આવે પણ ડગે નહિ એમ કહ્યું. ગમે તે પ્રતિકૂળતાના સંયોગો આવે, સર્પ કરડે, વીંછી ડંખે, વાઘ, સિંહ આવીને ફાડી ખાય તોપણ ડગ્યા વિના જ અંદર સ્વરૂપમાં લીન રહે તો રાગના એકપણાનો મોહ છૂટી જાય. પરિષહ અનુકૂળ અને પ્રતિકૂળ એમ બેય હોય છે. એમાંથી કોઈ પણ પ્રકારનો પરિષહ આવેથી ડગે નહિ તો ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને મોક્ષને પ્રાપ્ત થાય છે.
રામચંદ્રજી મહાપુરુષ-પુરુષોત્તમ પુરુષ જ્યારે મુનિદશામાં હતા ત્યારે સીતાજી દેવ-પુરુષ હતા. ત્યાંથી આવીને તેમણે સીતાજીનું રૂપ ધારણ કરીને રામચંદ્રજીને બોલાવે છે કે-‘અરે! આપણે જુદા પડી ગયા! એક વાર તમે સ્વર્ગમાં આવો અને આપણે ભેગા રહીએ.’ આમ રામચંદ્રજીને ધ્યાનથી ડગાવવા અનુકૂળ પરિષહ આવ્યો. પણ રામ ડગ્યા નહિ અને અંદરમાં ધ્યાનનિમગ્ન રહ્યા તેથી કેવળજ્ઞાન ઉપજાવી, દેહથી છૂટીને મોક્ષ પધાર્યા. સીતાજી સ્વર્ગમાં દેવ હતા અને સમક્તિી હતા પરંતુ અસ્થિરતાને લીધે એવો ભાવ આવ્યો.
આ બધું આત્માના અનુભવનું માહાત્મ્ય છે. સમયસાર નાટકમાં કહ્યું છે કેઃ-
આવો જે આનંદનો નાથ ભગવાન આત્મા એના અનુભવનું એવું માહાત્મ્ય છે કે જીવ બે ઘડીમાં મોક્ષ પ્રાપ્ત કરે, સિદ્ધપદને પ્રાપ્ત કરે. ‘આત્માનુભવનું એવું માહાત્મ્ય