ગાથા ૨૩-૨૪-૨પ ] [ ૯૯ છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે.’ અહાહા! જયચંદ પંડિતે કેવો સરસ અર્થ કર્યો છે! બે ઘડી (૪૮ મિનિટ)ની અંદરના ધ્યાનમાં કેવળજ્ઞાન પામી જાય છે, ત્રણકાળ ત્રણલોકને જાણનાર કેવળજ્ઞાની પરમાત્મા થઈ જાય છે. પાંડવો મુનિદશામાં શેત્રુંજય ઉપર અંતરના ધ્યાનમાં હતા. ત્યારે દુર્યોધનના ભાણેજે પૂર્વના વેરના કારણે ગરમ ધગધગતા લોઢાના દાગીના તેમને પહેરાવ્યા. આ પરિષહથી ડગ્યા નહિ અને આત્મામાં સ્થિરતા કરી. તો બે ઘડીમાં કેવળજ્ઞાન પામી ત્રણ પાંડવો મોક્ષે પધાર્યા. “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” પૂર્વે નહિ થયેલી અભૂતપૂર્વ સિદ્ધદશાને પામ્યા. તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે. માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. મુખ્યતાથી આ જ ઉપદેશ કર્યો છે.
[પ્રવચન નં. ૬૪-૬પ-૬૬-૬૭ * દિનાંક ૨-૨-૭૬ થી પ-૨-૭૬]