Pravachan Ratnakar (Gujarati). Kalash: 248-249.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3782 of 4199

 

પરિશિષ્ટઃ ૩૩૧
भवन्ति चात्र श्लोकाः–
(शार्दूलविक्रीडित)
बाह्यार्थैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद्
विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशोः सीदति ।
यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन–
र्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्णं समुन्मज्जति।। २४८।।
(शार्दूलविक्रीडित)
विश्वं ज्ञानमिति प्रतर्क्य सकलं द्रष्टवा स्वतत्त्वाशया
भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छन्दमाचेष्टते ।
यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददर्शी पुन–
र्विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत्।। २४९।।
(પ્રથમ, પહેલાં ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-)
શ્લોકાર્થઃ–
[बाह्य–अर्थैः परिपीतम्] બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં

આવેલું, [उज्झित–निज–प्रव्यक्ति–रिक्तीभवत्] પોતાની વ્યક્તિને (-પ્રગટતાને) છોડી દેવાથી ખાલી (-શૂન્ય) થઈ ગયેલું, [परितः पररूपे एव विश्रान्तं] સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત (અર્થાત્ પરરૂપ ઉપર જ આધાર રાખતું) એવું [पशोः ज्ञानं] પશુનું જ્ઞાન (-તિર્યંચ જેવા એકાંતવાદીનું જ્ઞાન) [सीदति] નાશ પામે છે; [स्याद्वादिनः तत् पुनः] અને સ્યાદ્વાદીનું જ્ઞાન તો, [‘यत् तत् तत् इह स्वरूपतः तत्’ इति] ‘જે તત્ છે તે સ્વરૂપથી તત્ છે (અર્થાત્ દરેક તત્ત્વને-વસ્તુને સ્વરૂપથી તત્પણું છે)’ એવી માન્યતાને લીધે, [दूर–उन्मग्न–घन–स्वभाव–भरतः] અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી, [पूर्णं समुन्मज्जति] સંપૂર્ણ ઉદિત (-પ્રગટ) થાય છે.

ભાવાર્થઃ– કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે-ઘટજ્ઞાન ઘટના આધારે જ થાય છે માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદીના જ્ઞાનને તો જ્ઞેયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું. સ્યાદ્વાદી તો એમ માને છે કે-જ્ઞાન પોતાના સ્વરૂપથી તત્સ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે.

આ પ્રમાણે સ્વરૂપથી તત્પણાનો ભંગ કહ્યો. ૨૪૮. (હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-) શ્લોકાર્થઃ– [पशुः] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [‘विश्वं ज्ञानम्’