૩૭૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ માને છે. ખરેખર જ્ઞાતાનું જ્ઞાન જ્ઞેયને લઈને છે એમ નહિ, પણ એવું તે (મિથ્યા) માને છે. આ શરીર, મન, વાણી તથા બીજા પદાર્થો અનાદિથી બદલતા દેખાય છે ત્યાં પોતે સ્વતત્ત્વ જ્ઞાનરૂપે જ હોવા છતાં, સ્વતત્ત્વને પરજ્ઞેયરૂપ માનીને, આ પરજ્ઞેય છે તે હું છું એમ માનીને દ્રષ્ટિમાં પોતાની સત્તાનો અભાવ કરે છે. જ્ઞેયોને જાણવાપણે જ્ઞાયક પોતે જ પરિણમ્યો છે; તે જ્ઞાયક ઉપર નજર-દ્રષ્ટિ ન કરતાં સામે જે જ્ઞેયોનું પરિણમન જણાય છે તે હું છું, તેનાથી હું છું એમ માને છે, પણ હું જાણનાર-જાણનાર -જાણનાર જ્ઞાયક જ છું એમ માનતો નથી.
જેમ સૂકા હાડકાને ચાવતા કૂતરાને હાડકુ વાગતાં મોઢામાંથી લોહી નીકળે છે, ને માને છે કે હાડકામાંથી લોહી આવે છે તેમ અજ્ઞાની પ્રાણી પરિણમતા પરજ્ઞેયથી મને જ્ઞાન થાય છે એમ માને છે. આ ભગવાનની વાણી આ શાસ્ત્રો છે તેને લઈને મારું જ્ઞાન થયું છે એમ અજ્ઞાની માને છે. શાસ્ત્રમાં શબ્દો જેવા ભિન્ન ભિન્ન છે એવું જ્ઞાનનું પરિણમન અહીં (-આત્મામાં) સ્વતઃ જ થાય છે, તો શબ્દોને લઈને અહીં જ્ઞાનનું પરિણમન થયું એમ તે માને છે. કાનમાં શબ્દો પડયા તે શબ્દોનું પરિણમન છે, ને તે કાળે જ્ઞાન તેને સ્વયં સ્વતઃ જાણે છે, પણ શબ્દોને લઈને આ મારા જ્ઞાનનું પરિણમન થયું એમ અજ્ઞાની જીવ માને છે. હું એક જ્ઞાયકતત્ત્વ છું, ને મારું જ્ઞેયોને જાણવારૂપ પરિણમન સ્વતઃ સહજ થઈ રહ્યું છે એમ તેને શ્રદ્ધા નથી. આ રીતે તે પોતાના જ્ઞાનતત્ત્વને પરરૂપ કરીને, પોતાને પરજ્ઞેયરૂપ અંગીકાર કરીને અજ્ઞાની થયો થકો નાશ પામે છે, પોતાના જ્ઞાનસ્વભાવનો અભાવ કરે છે.
જગતમાં જ્ઞાનતત્ત્વ છે, ને એનાથી જુદું જ્ઞેયતત્ત્વ પણ છે. બન્ને ભિન્નભિન્ન છે. જ્ઞેયના અસ્તિત્વમાં જ્ઞાન નથી, ને જ્ઞાનની સત્તામાં જ્ઞેય નથી. જ્ઞાનનું પરિણમન જ્ઞાનના અસ્તિત્વમાં પોતાને લઈને જ છે. જ્ઞેયને લઈને જરાય નહિ; જ્ઞાનમાં જ્ઞેય જણાયું માટે જ્ઞાનનું પરિણમન થયું છે એમ બિલકુલ નથી; છતાં અજ્ઞાની જ્ઞાનનું પરિણમન જ્ઞેયકૃત છે એમ વિપરીત માનીને પોતાને જ્ઞેયરૂપ કરતો થકો પોતાના જ્ઞાનતત્ત્વનો અભાવ કરે છે.
ભાઈ! આ આત્મા એક વસ્તુ છે કે નહિ? મોજુદગીવાળી ચીજ છે કે નહિ? જેમ આ શરીર છે તેમ આત્મા, એનો જાણનારો મોજુદગીવાળો-અસ્તિરૂપ એક પદાર્થ છે. તે આ ભગવાન આત્મા એના દ્રવ્યે એટલે વસ્તુએ જ્ઞાનભાવ, એની શક્તિએ-ગુણે જ્ઞાનભાવ અને પર્યાયે પણ ખરેખર જ્ઞાનભાવે પરિણમવાપણે છે. પણ એના ઉપર (ધ્રુવ એક જ્ઞાનસ્વભાવી આત્મા ઉપર) એની દ્રષ્ટિ નહિ હોવાથી, અનાદિથી પોતે ચૈતન્યપ્રકાશમાં પોતાની શક્તિથી પ્રવર્તતો હોવા છતાં, એના જ્ઞાનમાં જે દયા, દાન, પૂજા, ભક્તિ આદિનો રાગ ને શરીર, મન, વાણી ઇત્યાદિ પરજ્ઞેય જણાય છે તે હું છું, એનાથી હું