Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3828 of 4199

 

પરિશિષ્ટઃ ૩૭૭

-એવા અનુભવરૂપ જ્ઞાન ને આનંદનું પરિણમન થાય છે અને એમાં દ્રવ્ય, ગુણ ને પર્યાય -ત્રણેય-ત્રિમય હું છું, અને પરરૂપ હું નથી એમ આત્માનો સ્વીકાર થયો તે જ જીવનું યથાર્થ જીવન છે. અહા! જેણે પોતાની મોજુદગી જે રીતે છે તે રીતે સ્વીકારી તેણે પોતાની જીવતી જ્યોતને જીવતી રાખી, તેનું જીવન સફળ ને ધન્ય થયું. અને જેણે એ રીતે (જ્ઞાનમાત્રપણે) ન સ્વીકારતાં હું પુણ્યવાળો ને શરીરવાળો ને બાયડીવાળો ને ધનવાળો ઈત્યાદિ માન્યું તેણે જીવતી જ્યોતને બુઝાવી દીધી, પોતાના જીવતરનો નાશ કરી નાખ્યો, આત્મઘાત કર્યો. સમજાણું કાંઈ....?

અહા! સ્વરૂપથી-જ્ઞાનસ્વભાવથી તત્પણે પ્રકાશતો થકો ધર્મી પુરુષ જ્ઞાતાપણે પરિણમે છે. એટલે શું? કે હવે તેને પરના-નિમિત્તના આશ્રયની જરૂર ભાસતી નથી. અહા! હવે સ્વભાવથી સંબંધ જોડીને તેણે નિમિત્તનો સંબંધ તોડી નાખ્યો છે, રાગથી સંબંધ તોડી નાખ્યો છે. આ પ્રમાણે જ્ઞાનરૂપથી પોતાનું તત્પણું પ્રકાશીને અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને જ્ઞાતાપણે પરિણમનને લીધે અનેકાન્ત જ તેને જિવાડે છે, અર્થાત્ તેના જીવતરને નષ્ટ થવા દેતો નથી, પણ યથાર્થ જ્ઞાનમય જીવનને પ્રગટ કરે છે, સ્વરૂપથી તત્ છું ને પરરૂપથી અતત્ છું એવું અનેકાન્ત જ જીવનને સફળ-ઉત્તમ ફળ સહિત-પ્રગટ કરે છે.

અનેકાન્ત-અનેક અંત; આત્મા અનેક (અનંત) ગુણ-ધર્મસ્વરૂપ છે. પોતે સ્વથી તત્ ને પરથી અતત્-એમ આત્મામાં તત્-અતત્પણું છે એ અનેકાન્ત છે, અને આ અનેકાન્ત પરમ અમૃત છે. પ્રવચનસારમાં આવે છે કે-આ પરિપૂર્ણ પરમાનંદસ્વરૂપ પ્રભુ પોતે સ્વસ્વરૂપથી છે ને રાગથી ને પરથી નથી એવું ભેદવિજ્ઞાન પામતાં અંદર પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે, અમૃત ઝરે છે. અહા! એને ધર્મ કહીએ ને એને ‘અમૃતના વેણલાં વાયાં’ કહીએ. આ બાઈયું લગ્નમાં ગાય છે ને! કે ‘વેણલાં ભલાં વાયાં રે’ . ત્યાં તો ધૂળેય વેણલાં વાયાં નથી સાંભળને. અનાદિનું વેણ એણે પરમાં ને રાગમાં ને પુણ્યમાં જોડી દીધું છે. એ તો બધું ઝેર બાપા! અહીં તો અંદર આનંદકંદ પ્રભુ પોતે છે તેને તત્પણે પ્રકાશીને -આ જ હું છું એમ નિર્ણય કરીને- જે આનંદરૂપે પરિણમ્યો તેને આનંદનાં-અમૃતનાં વેણલાં વાયાં. ભાઈ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે એની અંર્તદ્રષ્ટિ કરી અને પરથી દ્રષ્ટિ હઠાવી જે તત્પણે-જ્ઞાનસ્વભાવપણે પ્રકાશ્યો તેનું જીવન સફળ છે, તે સત્યાર્થપણે જીવતો છે, બાકી બધાં મડદાં જ છે. અષ્ટપાહુડમાં એવા જીવોને ચલશબ - ચાલતાં મડદાં કહ્યા છે જેને પોતાની સ્વભાવથી ટકતી સત્તાનો સ્વીકાર નથી, એની દ્રષ્ટિ નથી, એમાં એકતા નથી એવા બધા જીવોને રાગમાં ને પરમાં એકતા છે, તે બધા જીવો મડદા સમાન જ છે.

જ્ઞાની-ધર્મી પુરુષ પોતાના શાશ્વત ટકતા તત્ત્વને જોઈને પોતાનું જીવન ટકાવી