તે-રૂપ છું અથવા તે મારા-રૂપ છે એમ માનતો અજ્ઞાની દુઃખી દુઃખી થઈને ઘોર સંસારમાં જ પરિભ્રમે છે.
હવે તેરમો બોલઃ- ‘જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનિત્ય જ્ઞાનવિશેષો વડે પોતાનું નિત્ય જ્ઞાનસામાન્ય ખંડિત થયું માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) જ્ઞાનસામાન્યરૂપથી નિત્યપણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી.’
જુઓ, વસ્તુ દ્રવ્ય સામાન્યથી નિત્ય છે, ને વિશેષ-પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. પર્યાય સમયે સમયે બદલે-પલટે છે ને! તેથી પર્યાયથી-વિશેષથી અનિત્ય છે. આત્મા પણ જ્ઞાનસામાન્યપણે નિત્ય છે અને પર્યાય-વિશેષથી અનિત્ય છે-હવે ત્યાં અનિત્ય પર્યાયને જોઈને પોતાનું નિત્ય સામાન્ય-જ્ઞાનસામાન્ય ખંડિત થઈ ગયું. અર્થાત્ અરેરે! મારે તો ત્રિકાળ એકરૂપ રહેવું જોઈએ એને બદલે આ પલટના ક્યાંથી? અરે! હું ખંડિત થઈ ગયો, મારો આખો નાશ થઈ ગયો-એમ અજ્ઞાની માને છે. પલટવું એ તો પર્યાયનો ધર્મ છે, ને તે વસ્તુનું-આત્માનું સહજ છે, પણ એને નહિ માનતાં મારી એકરૂપતા ખંડિત થઈ ગઈ, માટે એ (-પર્યાય) હું નહિ એમ પોતાના અનિત્ય ભાવનો ઈન્કાર કરીને અજ્ઞાની પોતાનો નાશ કરે છે.
વસ્તુપણે ધ્રુવ નિત્ય હોવા છતાં આત્મા પર્યાયે અનિત્ય છે. પરંતુ અનિત્યને નહિ ઈચ્છનારા, અનિત્ય વડે નિત્ય ખંડખંડ થઈ જાય છે એમ માનીને અનિત્યને છોડી દે છે. આ રીતે પર્યાયનો અભાવ કરીને અજ્ઞાની પોતાનો નાશ કરે છે. અજ્ઞાનીને એકાંતે નિત્યપણાનો-એકપણાનો અધ્યાસ છે. તે બદલતી પર્યાયને જોઈને આ હું નહિ એમ પર્યાયને છોડી દઈને તે પોતાનો નાશ કરે છે. (કેમ કે પર્યાયરહિત કોઈ દ્રવ્ય હોતું જ નથી).
અરે ભાઈ! અવસ્થાપણે વસ્તુ પલટતી ન હોય તો અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન પ્રગટ કરવાનું ક્યાં રહ્યું? દુઃખથી મુક્ત થાઓ-ભગવાનના એવા ઉપદેશની સાર્થકતા શું રહી? દુઃખથી મુક્ત થાઓ-એનો અર્થ જ એ છે કે જીવ વર્તમાન અવસ્થામાં દુઃખી છે ને તે પલટીને પરમસુખની દશારૂપ થઈ શકે છે. અહાહા.....! પોતે અનંત આનંદનો કંદ પ્રભુ છે એમ સ્વીકારી અંર્તદ્રષ્ટિ કરતાં જ દુઃખ-મલિનતા જે છે તે પલટી જાય છે. આમ પર્યાયથી પલટવું એ તો દ્રવ્યનું-પોતાનું સહજ સ્વરૂપ છે ભાઈ! પણ પલટતી પર્યાયને જોઈને, હું ખંડખંડ થઈ ગયો એમ માની, આ અનિત્ય પર્યાય હું નહિ એમ અનિત્યને છોડી દઈને અજ્ઞાની પોતાનો નાશ કરે છે, કેમકે વસ્તુનું તો સહજ જ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. અહીં અનિત્ય (પર્યાય) હું નહિ એમ માનનાર પોતાનો નાશ કરે છે એમ કહીને પર્યાયનો આશ્રય કરાવવો છે એમ વાત નથી. પર્યાયનો