૪૦૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ આશ્રય તો એને અનાદિથી છે ને તેથી તો તે મિથ્યાદ્રષ્ટિ છે. અહીં તો વસ્તુ સહજ જ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે એમ જ્ઞાન કરાવી તેને દ્રવ્ય-સામાન્યનો-નિત્યપણાનો એકાન્ત છોડાવવાની વાત છે. સમજાણું કાંઈ....? ભાઈ! નિશ્ચયદ્રષ્ટિવંત-દ્રવ્યદ્રષ્ટિવંતને પણ પર્યાયનું યથાતથ્ય જ્ઞાન હોય છે. (તે પર્યાયનો અભાવ ઈચ્છતો નથી.) .
જ્યારે પરથી જુદાઈ (ભેદવિજ્ઞાન) કરવી હોય ત્યારે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણે નિશ્ચય આત્મા છે, ને પર તે વ્યવહાર કહ્યો. હવે જ્યારે અંતરંગ પ્રયોજન (સમ્યગ્દર્શન આદિ પ્રયોજન) સિદ્ધ કરવું હોય ત્યારે દ્રવ્ય-પર્યાય બેમાંથી મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર એમ કહ્યું. નિશ્ચય તે મુખ્ય એમ નહિ કેમકે નિશ્ચય તો દ્રવ્ય-ગુણ ને પર્યાય ત્રણે છે. સમ્યગ્દર્શન આદિ પ્રયોજન મુખ્ય એવા ત્રિકાળી ધ્રુવ એક દ્રવ્યના આશ્રયે થાય છે માટે દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાયને ગૌણ કરી વ્યવહાર કહી. જુઓ ગુણભેદ ને પર્યાયભેદ તે ગૌણ છે, અભાવ નહિ. સમયસાર ગાથા ૧૧ માં જ્યાં વ્યવહાર અભૂતાર્થ-અસત્યાર્થ કહ્યો છે ત્યાં તે ગૌણ છે એમ આશય છે. પર્યાયને ગૌણ કરીને અસત્ય કહી અને દ્રવ્યને મુખ્ય કરીને સત્ય કહ્યું છે; બાકી છે તો બેય સત્. ભાઈ! બેય સત્ છે એમ જ્ઞાન કરી, પર્યાયને ગૌણ-પેટામાં રાખી દ્રવ્યનો આશ્રય કરવાનો છે, અન્યથા વસ્તુ હાથ નહિ આવે અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિ નહિ થાય. જુઓ, ૧૧મી ગાથામાં પરિણામમાત્રને અસત્ય કહ્યા અને અહીં પરિણામને (પર્યાયને) નિશ્ચય-સત્ય કહી; તો જ્યાં જે અપેક્ષા છે તે યથાર્થ જાણવી જોઈએ. જ્યારે (એક આખી) સત્તા સિદ્ધ કરવી હોય ત્યારે નિત્ય-અનિત્ય બન્ને નિશ્ચય છે, પણ તે જાણવા માટે છે, અને જ્યારે આશ્રય કરવો છે ત્યારે પર્યાયને ગૌણ રાખીને એક ત્રિકાળી ધ્રુવ સામાન્ય-સામાન્ય દ્રવ્યનો જ આશ્રય કરવાનો હોઈ તે એક નિશ્ચય છે, અને પર્યાય વ્યવહાર. દ્રવ્યનો આશ્રય કરનાર તો પર્યાય છે. અજ્ઞાની તો પર્યાયનો જ અભાવ ઈચ્છે છે તેથી તે વડે તે પોતાનો જ નાશ કરે છે.
કોઈને થાય કે-આ બધું શેં સમજાય? તેને કહીએ-ભગવાન! આ બધું ન સમજાય એમ ન માન. તારામાં તો કેવળજ્ઞાન લેવાની તાકાત છે ને પ્રભુ! આ ન સમજાય એ (શલ્ય) કાઢી નાખ. બાળકથીય સમજાય ને મોટાથીય સમજાય; નિરોગીથી સમજાય ને રોગીથીય સમજાય. સમજવાની અંદર રુચિ થાય તે સૌને આ સમજાય એવી આ વાત છે ભાઈ! પોતાની વાત છે ને! તો એની (-પોતાની) રુચિ કરે તો સમજાય જ.
અહા! આ શરીરથી જુદો અંદર પૂર્ણાનંદનો નાથ પરમાત્મસ્વરૂપ વસ્તુએ અનાદિ અનંત નિત્ય પ્રભુ છે, અને તે જ પર્યાયમાં પામર છે. બે થઈને આખું પ્રમાણ થાય છે. પ્રમાણ પણ નિશ્ચયના વિષયને રાખીને પર્યાયને ભેળવી (બન્નેનું) જ્ઞાન કરે છે, નિશ્ચયને ઉડાડીને નહિ. એમ નથી કે નિશ્ચયનો નિષેધ કરીને પ્રમાણ વ્યવહારને