Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3875 of 4199

 

૪૨૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ નથી. (જે દેવ-ગુરુ આદિ પરદ્રવ્યથી લાભ થવાનું માની તેનું સેવન કરે છે તેને સમ્યગ્દર્શન આદિ ધર્મ થતો જ નથી).

પ્રશ્નઃ– શ્રેણીક રાજાનો જીવ અત્યારે નરકમાં છે. તે નરક ગતિના ઉદયને લઈને છે કે નહિ?

ઉત્તરઃ– નરકગતિના ઉદયને લઈને તેઓ (શ્રેણીક રાજા) નરકમાં ગયા છે એમ કહેવું તે નિમિત્તપરક વ્યવહારનું કથન છે. વાસ્તવમાં એમ નથી, નિશ્ચયથી તો પોતે પોતાના પરિણામની યોગ્યતાથી જ નરકમાં રહેલા છે, નરકગતિનો ઉદય તો નિમિત્તમાત્ર છે. કર્મનિમિત્ત છે ખરું, પણ એનાથી નરકમાં ગયા છે એમ નથી. નિમિત્ત છે તે અનુકૂળ છે, પણ તે અનુકૂળ (-નિમિત્ત) અનુરૂપને (નૈમિત્તિક પર્યાયને) રચતું નથી.

જુઓ, શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બંધાય છે. તે છ પ્રકાર જે છે તે નવાં કર્મ બંધાય એને અનુકૂળ છે, અને કર્મ બંધાય તે નૈમિત્તિક કાર્ય અનુરૂપ છે. ત્યાં અનુકૂળ (નિમિત્ત) છે તે નૈમિત્તિક-અનુરૂપને રચતું નથી. છ પ્રકારથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એમ નથી. પરંતુ અજ્ઞાની જ્યાં હોય ત્યાં સર્વત્ર પરથી જ કાર્ય થવાનું ને પરથી જ પોતાને લાભ થવાનું માને છે. આ રીતે તે પોતાને સર્વદ્રવ્યમય માનીને સ્વદ્રવ્યના ભ્રમથી અર્થાત્ હું પર વડે જ છું એવા ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે, અંદરમાં હું પરથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છું એમ તેનું લક્ષ થતું નથી. ખરેખર તો સ્વદ્રવ્યની અપેક્ષા પરદ્રવ્ય અદ્રવ્ય છે અર્થાત્ કાંઈ નથી, પણ આણે (અજ્ઞાનીએ) તો પરદ્રવ્યમાં સ્વદ્રવ્યનો ભ્રમ કરી પોતાને અદ્રવ્ય (કાંઈ નહિ, શૂન્ય) કરી નાખ્યું. લ્યો, આવો મોટો અપરાધ! આ પજુસણ પછી ક્ષમાપના દિન મનાવે છે ને! ખરેખર તો ક્ષમાપના એણે પોતાના નિજ ભગવાન આત્મા પાસે લેવાની છે. તે આમ કે-હે નાથ! મેં અનાદિથી આજ પર્યંત પરને પોતાના માન્યા, અને પોતાને પરરૂપ માન્યો; નાથ! ક્ષમા કરો. લ્યો, આમ પરદ્રવ્યથી ભિન્ન સ્વદ્રવ્યનો અસ્તિપણે નિશ્ચય કરવો એનું નામ ક્ષમાપના છે. એ જ કહે છે-

‘स्याद्वादी तु’ અને સ્યાદ્વાદી તો, ‘समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्’ સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, ‘निर्मल–शुद्ध–बोध– महिमा’ જેનો શુદ્ધ જ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, ‘स्वद्रव्यम् एव आश्रयेत्’ સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે.

જુઓ, સ્યાદ્વાદી-ધર્મી તો એમ માને છે કે-પરદ્રવ્ય હો તો હો, મને એ કાંઈ નથી; અર્થાત્ પરદ્રવ્યથી મારી નાસ્તિ છે. મારું હોવું પરદ્રવ્યને લઈને નથી, અને મારે લઈને પરદ્રવ્ય નથી. આમ સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો,