Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3883 of 4199

 

૪૩૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ ज्ञानस्य नाशं विदन्’ પૂર્વાલંબિત જ્ઞેય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, ‘न किञ्चन अपि कलयन्’ એ રીતે જ્ઞાનને કાંઈ પણ (વસ્તુ) નહિ જાણતો થકો (અર્થાત્ જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ જ નહિ માનતો થકો), ‘अत्यन्त तुच्छः’ અત્યંત તુચ્છ થયો થકો ‘सीदति एव’ નાશ પામે છે;.......

જુઓ, અજ્ઞાની, પૂર્વાલંબિત એટલે કે પૂર્વકાળમાં લક્ષમાં લીધેલા જ્ઞેયપદાર્થોના નાશના કાળે જ્ઞાનનો પણ નાશ થયો એમ જાણે છે. ખરેખર તો સમયે સમયે પરજ્ઞેયરૂપ પદાર્થોનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન પોતાનું પોતામાં પોતાથી થાય છે, પરંતુ એકાંતી- અજ્ઞાની પરકાળથી (પરજ્ઞેયથી) પોતામાં સ્વકાળ થયો માનતો થકો પોતાની જ્ઞાનની પર્યાયનો નાશ કરે છે.

પોતામાં પરકાળને જાણવાની શક્તિ પોતાની પોતાથી છે. પરકાળ-પરજ્ઞેય બદલતાં અહીં જ્ઞાનની દશા બદલાણી તે સ્વતઃ બદલાણી છે, પરકાળને-પરજ્ઞેયને લીધે બદલાણી છે એમ નથી. જેમકેઃ જ્ઞાનની પૂર્વદશામાં ભગવાનને (બિંબને) જોયા; પછીના સમયે ભગવાનની સન્મુખતા ન હોતાં તે સંબંધી જ્ઞાનની દશા ન રહી, બદલાણી. ત્યાં પૂર્વકાલીન જ્ઞાનની દશા પોતાની પોતાથી હતી, કાંઈ ભગવાનને લઈને નહોતી; ને વર્તમાન બદલાણી તે પણ પોતાની પોતાથી બદલાણી છે, તે તેનો સ્વકાળ છે, પરજ્ઞેયના કારણે બદલાણી છે એમ નથી. પરંતુ અજ્ઞાની આ માનતો નથી. એ તો આલંબિતજ્ઞેયનો અભાવ-નાશ થતાં પોતાના જ્ઞાનનો નાશ થયો એમ માનતો થકો પોતાના અસ્તિત્વનો અભાવ-નાશ કરે છે. સમજાણું કાંઈ....?

અરિસામાં અગ્નિ દેખાય છે તે અરિસાની અવસ્થા છે. સામેથી અગ્નિ જતી રહેતાં અરિસામાં પણ અગ્નિસંબંધી અરિસાની પર્યાયનો અભાવ થાય છે, અરિસાની બીજી અવસ્થા પ્રગટ થાય છે. પરંતુ અગ્નિ જતાં અરિસાની અવસ્થા જ નાશ પામી ગઈ એમ અજ્ઞાની માને છે; એ રીતે તે અરિસાનો જ નાશ કરે (માને) છે. તેમ પોતાના જ્ઞાનમાં પરપદાર્થ-પરજ્ઞેય જાણવામાં આવે છે તે પોતાના આત્માની અવસ્થા છે, તે પરપદાર્થને લઈને નથી; વળી તે બદલે છે તે પણ પોતાની જ્ઞાનની દશાનો સ્વકાળ છે, પરપદાર્થ બદલી ગયો માટે અહીં જ્ઞાનની દશા બદલી છે એમ નથી. પરંતુ અજ્ઞાની, પોતાની જ્ઞાનની દશા પરાલંબિત માનતો થકો પરનો નાશ થતાં નિરન્વય નાશ પામી એમ માને છે. આમ પોતાની જ્ઞાનવસ્તુને કાંઈપણ નહિ માનતો થકો, અત્યંત તુચ્છ થયો થકો, અજ્ઞાની નાશ પામે છે; પોતાના આત્માનો જ (અભિપ્રાયમાં) નાશ કરે છે.

અહાહા.....! પોતે ત્રિકાળ એક જ્ઞાયકસ્વરૂપ છે. પરજ્ઞેયનો જાણવારૂપ તેની પૂર્વકાળમાં જે જ્ઞાનની દશા હતી તે પોતાની પોતાથી જ હતી, પરજ્ઞેયને લઈને નહિ; તથા વર્તમાન તે બદલીને અન્યજ્ઞેયને જાણવારૂપ થઈ તે પણ પોતાની પોતાથી જ છે,