૪પ૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ છે એમ જાણી પોતાના શુદ્ધ એક જ્ઞાનસ્વભાવમાં લીન થઈ પ્રવર્તતો જ્ઞાની શોભે છે. જુઓ, આ જ્ઞાનીની શોભા! જ્યારે અજ્ઞાની પરભાવથી મારી દશા થાય, પરભાવ વિના મને ન ચાલે-એમ જાણતો થકો પરભાવમાં લીન થઈ પ્રવર્તે છે તે અશોભા છે, કલંક છે.
પણ શરીરની નિરોગતા હોય તો ધર્મ થઈ શકે ને? એમ નથી ભાઈ! શરીરની નિરોગતા હોય તો મનની સ્ફુર્તિ રહે ને ધર્મ થઈ શકે એમ માની અજ્ઞાની શરીરથી એકત્વ કરે છે, પણ એ તો અશોભા છે, કલંક છે ભાઈ! કેમકે શરીરથી એકત્વ છે એ જ મિથ્યાત્વનું મહાકલંક છે. જ્ઞાની તો રોગના કાળે પણ હું રોગની દશાનો જાણનાર માત્ર છું એમ જાણી પોતાના શુદ્ધ સ્વભાવમાં રહેતો થકો ઉજ્જ્વળ પવિત્ર શોભાને પામે છે. લ્યો, આવી વાતુ છે.
આ પ્રમાણે પરભાવ-અપેક્ષાથી નાસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે તેરમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘प्रादुर्भाव– विराम–मुद्रित–बहत्– ज्ञान–अंश–नाना–आत्मना निर्ज्ञानात्’ ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા જે વહેતા (- પરિણમતા) જ્ઞાનના અંશો તે-રૂપ અનેકાત્મકપણા વડે જ (આત્માનો) નિર્ણય અર્થાત્ જ્ઞાન કરતો થકો, ‘क्षणभङ्ग–सङ्ग–पतितः’ ક્ષણભંગના સંગમાં પડેલો, ‘प्रायः नश्यति’ બાહુલ્યપણે નાશ પામે છે;........
જુઓ, શું કીધું? કે આત્મા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ છે. એટલે શું? કે તે ધ્રુવપણે નિત્ય ટકતો એવો નવી નવી અવસ્થાપણે ઉત્પન્ન થાય છે, ને પૂર્વપૂર્વ અવસ્થાપણે નાશ પામે છે. આમ એક સમયમાં અનંતગુણની અનંતી પર્યાયો ઉત્પન્ન થાય છે, અને બીજે સમયે તેનો વ્યય થઈ જાય છે. આ વસ્તુનો પર્યાયધર્મ છે. આમ આત્મા નિત્ય-અનિત્ય બન્નેરૂપ છે. છતાં અજ્ઞાની ઉત્પાદ-વ્યયથી લક્ષિત અર્થાત્ ઉત્પાદ-વ્યયથી જાણવામાં આવતા જ્ઞાનનાં અંશરૂપ અનિત્ય ભાવોમાં જ એકાંતે આ આત્મા છે એમ નિર્ણય કરે છે, એમ માને છે. અહાહા.....! શું કીધું? કે ક્ષણભંગના સંગમાં પડેલો-અનિત્ય પર્યાયના સંગમાં પડેલો તે આ ઉત્પાદ-વ્યયરૂપ પર્યાય જેટલો જ હું આત્મા છું એમ માને છે. તે પોતાનો જે ધ્રુવ નિત્યપણાનો સ્વભાવ છે તેને માનતો જ નથી. પોતાના નિત્ય સ્વભાવને દ્રષ્ટિઓઝલ કરી, આ ઉત્પાદ-વ્યયથી લક્ષિત એવા વહેતા જે જ્ઞાનના અંશો તે જ હું આખો આત્મા છું એમ તે