Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3902 of 4199

 

પરિશિષ્ટઃ ૪પ૧

માને છે. જ્ઞાની તો નિત્યની દ્રષ્ટિપૂર્વક પર્યાયમાં ઉત્પાદ-વ્યય થાય છે એમ માને છે. પરંતુ અજ્ઞાની એકાંતે અનિત્ય પર્યાયને જ પોતાનું સ્વરૂપ માનીને નાશ પામે છે.

‘ક્ષણભંગના સંગમાં પડેલો’ એટલે શું? ક્ષણે ઉત્પન્ન થાય અને ક્ષણે નાશ પામે તે પર્યાય-તેના સંગમાં પડેલો એટલે તે અનિત્ય પર્યાય જેટલો જ હું છું એમ પોતાને ક્ષણિક માનતો-અહાહા...! અજ્ઞાની નાશ પામે છે. ત્યાં વસ્તુ નાશ પામતી નથી, પણ જેવી વસ્તુ છે તેવી અજ્ઞાની માનતો નથી, એકાંતે અન્યથા માને છે તેથી મિથ્યાત્વભાવ વડે ચારગતિમાં ક્યાંય (નિગોદાદિમાં) ખોવાઈ જાય છે. સમજાણું કાંઈ....?

હવે કહે છે- ‘स्याद्वादी तु’ અને સ્યાદ્વાદી તો ‘चिद्–आत्मना चिद्–वस्तु नित्य–उदितं परिमृशन्’ ચૈતન્યાત્મકપણા વડે ચૈતન્યવસ્તુને નિત્ય-ઉદિત અનુભવતો થકો, ‘टङ्कोत्कीर्ण –धन–स्वभाव–महिम ज्ञानं भवन्’ ટંકોત્કીર્ણઘનસ્વભાવ (- ટંકોત્કીર્ણપિંડરૂપ સ્વભાવ) જેનો મહિમા છે એવા જ્ઞાનરૂપ વર્તતો, ‘जीवति’ જીવે છે.

અહાહા....! પર્યાયથી ઉત્પાદ-વ્યય થવા છતાં મારી ચીજ પર્યાયમાત્ર નથી, હું પર્યાય જેટલો નથી, હું તો ત્રિકાળ ધ્રુવ ટંકોત્કીર્ણ-શાશ્વત જેના સ્વભાવનો મહિમા છે એવી શુદ્ધ ચૈતન્યવસ્તુ આત્મા છું-એમ ધર્મી પોતાના નિત્ય-ઉદિત સ્વભાવને અનુભવતો થકો, જ્ઞાનરૂપ વર્તતો, જીવે છે, નાશ પામતો નથી.

કળશ ૨૬૦ઃ ભાવાર્થ

એકાંતવાદી જ્ઞેયોના આકાર અનુસાર જ્ઞાનને ઉપજતું -વિણસતું દેખીને અનિત્ય પર્યાયો દ્વારા આત્માને સર્વથા અનિત્ય માનતો થકો, પોતાને નષ્ટ કરે છે; અને સ્યાદ્વાદી તો, જો કે જ્ઞાન જ્ઞેયો અનુસાર ઉપજે-વિણસે છે તોપણ, ચૈતન્યભાવનો નિત્ય ઉદય અનુભવતો થકો જીવે છે-નાશ પામતો નથી.

આ પ્રમાણે નિત્યત્વનો ભંગ કહ્યો.

*

હવે ચૌદમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-

* કળશ ૨૬૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘पशुः’ પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘टंङ्कोत्कीर्ण–विशुद्ध–बोध–विसर– आकार–आत्म–तत्त्व– आशया’ ટંકોત્કીર્ણ વિશુદ્ધ જ્ઞાનના ફેલાવરૂપ એક-આકાર (સર્વથા નિત્ય) આત્મતત્ત્વની આશાથી, ‘उच्छलत्–अच्छ– चित्परिणतेः भिन्न किञ्चन वाञ्छति’ ઉછળતી નિર્મળ ચૈતન્યપરિણતિથી જુદું કાંઈક (આત્મતત્ત્વને) ઇચ્છે છે (પરંતુ એવું કોઈ આત્મતત્ત્વ છે નહિ);