Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3908 of 4199

 

પરિશિષ્ટઃ ૪પ૭

ઘણા વર્ષ પહેલાં જામનગરમાં એક છોકરાએ પૂછયું’ તું કે-મહારાજ! તમે આત્મા દેખો, જ્ઞાનમાત્ર વસ્તુને દેખો-એમ કહ્યા કરો છો પણ એ દેખવો કેવી રીતે? બહાર દેખીએ તો આ બધું (માત-પિતા-પરિવાર, બાગ-બંગલા આદિ) દેખાય છે, ને અંદર (- આંખ બંધ કરીને) દેખીએ તો અંધારું દેખાય છે; આત્મા તો દેખાતો નથી. તેને કહેલું કે -ભાઈ! આ અંધારું છે એમ જાણ્યું કોણે? અંધારામાં કાંઈ જણાય નહિ, ને વળી અંધારું અંધારા વડે જણાય નહિ; તો અંધારાને જાણ્યું કોણે? આ અંધારું છે એમ શા વડે જાણ્યું? જ્ઞાન વડે; ખરું કે નહિ? અંધારાનો જાણનાર અંદર ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છે. અહાહા....! જ્યાં અંધારું જણાય છે ત્યાં જ જાણનાર-જ્ઞાનપ્રકાશ છે. બીજી રીતે કહીએ તો આત્મા જણાતો નથી એવો નિર્ણય કોણે કર્યો? ભાઈ! એ નિર્ણય તારા જ્ઞાનની ભૂમિકામાં થયો છે. હું નથી એમ કહેતાં જ હું છું એમ એમાં આવી જાય છે. (પરસ્વરૂપથી હું નથી એમ જાણતાં જ સ્વસ્વરૂપથી હું છું એમ સિદ્ધ થઈ જાય છે). દેખતો નથી એમ કહેતાં જ દેખનારો પોતે છે એમ નિશ્ચય થાય છે. ભાઈ! સ્વસ્વરૂપમાં અંતર્મુખ દ્રષ્ટિ કરે તો અવશ્ય દેખનારો દેખાય છે. સમજાણું કાંઈ.....?

* કળશ ૨૬૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાન્તમય છે. પરંતુ અનાદિકાળથી પ્રાણીઓ પોતાની મેળે અથવા તો એકાંતવાદનો ઉપદેશ સાંભળીને જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ સંબંધી અનેક પ્રકારે પક્ષપાત કરી જ્ઞાનમાત્ર આત્મતત્ત્વનો નાશ કરે છે.’

‘જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાન્તમય છે.’ જુઓ, શિષ્યનો પ્રશ્ન હતો કે આત્માને જ્ઞાનમાત્ર કહેતાં એકાન્ત તો થઈ જતું નથી ને? તો કહે છે- જ્ઞાનમાત્ર આત્મવસ્તુ અનેકાન્તમય છે. અહા! જ્ઞાનમાત્ર કહેતાં જ આત્મા જ્ઞાનસ્વરૂપથી તત્ અને પરજ્ઞેયસ્વરૂપથી અતત્, સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્ અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અસત્ ઈત્યાદિ અનેક ધર્મો આત્મામાં સિદ્ધ થઈ જાય છે. હું વસ્તુપણે એક છું એમ કહેતાં જ ગુણ-પર્યાયથી અનેક છું, તથા હું દ્રવ્યરૂપથી નિત્ય છું એમ કહેતાં જ પર્યાયરૂપથી અનિત્ય છું એમ સિદ્ધ થઈ જાય છે. આમ જ્ઞાનમાત્ર કહેતાં આત્માવસ્તુ અનેકાન્તમય સિદ્ધ થાય છે. અહા! આ ચૌદ બોલથી આચાર્યદેવે સંક્ષેપમાં આત્માનું વાસ્તવિક દર્શન કરાવ્યું છે.

આમાં તો ભાઈ! નિમિત્તથી કાર્ય થાય એ વાત જ ઉડી જાય છે. પ્રશ્નઃ– હા, પણ પરદ્રવ્ય નિમિત્ત-કર્તા તો છે ને? ઉત્તરઃ– પરદ્રવ્યને નિમિત્ત-કર્તા કહીએ એ તો આરોપિત કથન છે. વાસ્તવમાં નિમિત્ત કર્તા નથી. અસદ્ભૂત વ્યવહારનયથી એને કર્તા કહેવામાં આવે છે. પોતે પોતાની