કરવાનું છે. નિયમસાર-ગાથામાં આવે છે ને કે પોતાના શુદ્ધ સ્વરૂપનાં શ્રદ્ધા-જ્ઞાન- આચરણ એવાં રત્નત્રય જ નિયમથી કર્તવ્ય છે.
ભાઈ! પર્યાય સ્વદ્રવ્યમાં ઢળીને અંતર્લીન થતાં અનેકાન્તપણું જે વસ્તુનું સ્વરૂપ છે તે વ્યવસ્થિત-સુનિશ્ચિત થઈને (જ્ઞાનમાં જેમ છે તેમ જણાઈને) સિદ્ધ થાય છે અને નિયમથી આ જ કરવાયોગ્ય કર્તવ્ય છે. આ સિવાય બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ......?
‘અનેકાન્ત અર્થાત્ સ્યાદ્વાદ, જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જ સ્થાપન કરતો થકો, આપોઆપ સિદ્ધ થયો.’
અનેકાન્તની વ્યાખ્યા કરતાં આચાર્ય અમૃતચંદ્રદેવ લખે છે- “ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાન્ત છે.” જેમકે -જે નિત્ય છે તે અનિત્ય છે, એક છે તે અનેક છે, અભેદ છે તે ભેદરૂપ છે ઇત્યાદિ. અહા! સ્યાદ્વાદથી એક જ વસ્તુમાં સત્તા જે અભેદરૂપ છે તે ભેદરૂપ છે, જે (દ્રવ્યરૂપથી) નિત્ય છે તે (પર્યાયરૂપથી) અનિત્ય છે. એક જ ચીજની અંદરની વાત છે ભાઈ! આ આનું નામ અનેકાન્ત છે. પણ દ્રવ્ય પોતાથી છે ને પર્યાય પરથી છે, વા દ્રવ્ય સ્વથી પણ છે ને પરથી પણ છે તથા પર્યાય સ્વથી પણ છે ને પરથી પણ છે-એમ અનેકાન્ત નથી. એ તો (મિથ્યા) એકાન્ત થયું બાપા! પરની સાથે તો ભગવાન આત્માને સંબંધ જ નથી. આવ્યું ને કળશમાં (કળશ ૨૦૦ માં) કે-
આત્મા પોતાથીય પ્રાપ્ત થાય ને પરદ્રવ્યથી-દેવગુરુ શાસ્ત્રથીય થાય એવું અનેકાન્તનું સ્વરૂપ નથી, એવું જૈનદર્શન નથી. આત્મા પોતાપણે છે અને પરના કોઈ અંશપણેય નથી એ સમ્યક્ અનેકાન્ત છે. જુઓ, આમાં બીજા બધા પદાર્થ (આત્મા ને તેના પરિણામથી) કાઢી નાખ્યા. જુઓ, આ શબ્દોના વાંચનથી અહીં (આત્મામાં) જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી; કેમકે વસ્તુ પોતે જ નિત્ય ને અનિત્ય છે. પહેલાં જ્ઞાનની પર્યાય બીજી હતી તે બદલીને શબ્દ (શાસ્ત્ર) જાણવારૂપ થઈ તે પોતાથી જ થઈ છે, શબ્દ સાંભળવામાંથી-વાંચવાથી તે થઈ છે એમ નથી. શબ્દ તો છે, પણ એ નિમિત્તમાત્ર જ છે. સમજાણું કાંઈ......?
અરે! અજ્ઞાનીઓને પરદ્રવ્ય મારું (કાર્ય, સુખ) કરે ને હું પરદ્રવ્યનું કરું એમ જ અનાદિથી ભાસ્યું છે. પણ ભાઈ! તારી વસ્તુ જ જ્યાં સ્વપણે છે, પરપણે નથી, જ્ઞાનસ્વરૂપથી તત્રૂપ છે, પરજ્ઞેયસ્વરૂપથી નથી, ત્યાં પરનું કરવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તથા પરવસ્તુ આત્મામાં (પ્રવેશતી જ) નથી તો પર આત્મામાં કાંઈ કરે એ