પરિશિષ્ટઃ ૪૬૩
લાવીને પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી અનુભવ કરી જુઓ. એમ કે પ્રત્યક્ષ અનુભવ કરતાં વસ્તુ નિત્ય-અનિત્ય આદિ અનેકાન્તરૂપે અવશ્ય જણાશે-સિદ્ધ થશે. અમે કહીએ છીએ માટે સ્વીકારો એમ નહિ, પ્રત્યક્ષ અનુમાન-પ્રમાણથી અનુભવ કરી જોતાં વસ્તુ સ્વયમેવ અનેકાન્તરૂપ દેખાશે-સિદ્ધ થશે. ઓહો...! આ તો મંદિર પર જેમ સર્વશોભારૂપ કળશ ચઢાવે તેમ આચાર્યદેેવે સમગ્ર જિનશાસનની શોભારૂપ આ કળશ ચઢાવ્યો છે; જિનશાસન ટકાવી રાખ્યું છે.
સમાપ્ત