૧૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ જ છે, બંધનું જ કારણ છે. આરોપ દઈને તેને મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર છે. હવે આમ બન્ને સાથે છે ત્યાં વ્યવહારથી નિશ્ચય થાય એમ કયાં રહ્યું? અહા! પોતાની નિર્મળ પરિણતિ પોતાથી થઈ છે, સ્વઆશ્રયથી થઈ છે, રાગથી-વ્યવહારથી નહિ-આનું નામ અનેકાન્ત ને સ્યાદ્વાદ છે. વ્યવહારથી પણ થાય, ને નિશ્ચયથી પણ થાય એ કાંઈ સ્યાદ્વાદ નથી, એ તો ફૂદડીવાદ છે; એ કાંઈ અનેકાન્ત નથી, મિથ્યા અનેકાન્ત છે.
અરે! આવા તત્ત્વની સમજણ વિના જીવો બિચારા દુઃખી છે. આ પૈસાવાળાય બધા દુઃખી છે હોં. પોતાની અનંત ચૈતન્ય સંપદાની ખબર નથી ને બહારમાં માગણની જેમ ‘લાવ-લાવ’ કરે છે એ બધા ભિખારી છે. ભાવનગરના રાજ્યની એક કરોડની ઊપજ હતી. એકવાર ભાવનગરના દરબાર વ્યાખ્યાનમાં આવેલા. ત્યારે કહેલું- દરબાર! મહિને એક લાખની પેદાશ માગે તે નાનો માગણ, પાંચ લાખની માગે તે મોટો માગણ ને કરોડની ઊપજ માગે તે માગણોમાં માગણ મહા ભિખારી છે. એમ અજ્ઞાની ‘લાવ-લાવ’ એમ વિષયો ને પુણ્યોદય માગે છે તે માગણ ભિખારી છે. શાસ્ત્રમાં તેમને ‘वराकाः’ એટલે ભિખારી-બિચારા કહ્યા છે. અહા! હું આનંદનો નાથ છું, મારી ચૈતન્યખાણમાં એકલો આનંદ અને શાંતિ પડયાં છે-એવી અંતરંગ લક્ષ્મીની ખબર ન મળે ને બહારમાં-વિષયોમાં ઝાવાં નાખે તે બધા બિચારા છે, રાંકા-ભિખારી છે. ભગવાન! અમારી પાસે તો આ વાતું છે.
અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અનંત અનંત જ્ઞાનનો ખજાનો છે, અનંત અનંત આનંદનો ખજાનો છે. આ તો બાપુ! અનંત શક્તિઓનું મહાનિધાન છે. અહાહા...! આવો શક્તિવાન પ્રભુ ને એની જીવત્વ આદિ અનંત શક્તિઓ છે તે પારિણામિક ભાવે છે. પારિણામિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષાયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ ને ઔદયિક ભાવ-એમ પાંચ ભાવ કહ્યા છે ને? અહાહા...! તેમાં આ જીવત્વ આદિ જે ત્રિકાળી શક્તિઓ છે તે પારિણામિક ભાવે છે, અને ત્રિકાળી દ્રવ્યના આશ્રયે જે નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે તે ઔપશમિક, ક્ષાયોપશમિક કે ક્ષાયિક ભાવરૂપ છે; તથા મોહના નિમિત્તે જે વિકારી મલિન ભાવ છે તે ઔદયિક ભાવ છે. ભાઈ! આ દયા, દાન, વ્રત આદિના શુભ પરિણામ થાય છે તે મલિન ઔદયિક ભાવ છે. ભલે તે જીવની દશામાં થયા હોય, પણ તેમનામાં જીવત્વ નથી; તે જીવત્વથી રહિત અચેતન મડદા જેવા જ છે. હવે આમ છે ત્યાં એનાથી ચૈતન્યના નિર્મળ ઉપશમાદિ ભાવ પ્રગટે એ કેમ બને? કદીય ન બને. આવી ચોખ્ખી વાત છે.
અહાહા...! ભગવાન ચૈતન્યમૂર્તિમાં જેમ જીવતત્ત્વ નામની શક્તિ છે તેમ ષટ્કારકો રૂપ છ શક્તિઓ છે. અહાહા...! તેની એકેક શક્તિમાં ષટ્કારકોનું રૂપ છે. જુઓ, જ્ઞાનમાં કર્તા નામની શક્તિ નથી. જ્ઞાનગુણ છે તે કાંઈ કર્તા ગુણના આશ્રયે નથી. તત્ત્વાર્થસૂત્રમાં ભગવાન ઉમાસ્વામીએ કહ્યું છે તેમ ગુણના આશ્રયે ગુણ નથી, બધા ગુણ દ્રવ્યના આશ્રયે છે. આ રીતે એક ગુણ બીજા ગુણથી ભિન્ન-અન્ય-અન્ય છે, પણ એક ગુણમાં બીજા ગુણોનું રૂપ છે. ઝીણી વાત છે પ્રભુ! આમ જ્ઞાનમાં કર્તા નામની શક્તિ નથી, પણ જ્ઞાનમાં કર્તાશક્તિનું રૂપ છે. એ વડે જ્ઞાન પોતે પોતાનો જ (જ્ઞાનનો) કર્તા છે; તેમ જ્ઞાનમાં કર્મશક્તિ નથી, પણ જ્ઞાનમાં કર્મશક્તિનું રૂપ છે. એ વડે જ્ઞાન પોતે જ પોતાનું-જ્ઞાનનું કર્મ છે; ઇત્યાદિ. આ ધીમે ધીમે ધીરજથી સમજવું પ્રભુ! અહા! આ તો સર્વજ્ઞ વીતરાગ અરિહંત પરમેશ્વરનો માર્ગ છે. હવે ‘ણમો અરિહંતાણં’-એમ રોજ બોલે પણ અરિહંત પરમેશ્વર કોણ છે એની લોકોને કાંઈ ખબર ન મળે! અરે ભાઈ! અરિહંતનું સ્વરૂપ જાણીને તેમને સાચા નમસ્કાર કરવા તે તો કોઈ અલૌકિક ચીજ છે. અહાહા...! ભગવાન અરિહંતના જેવો જ પોતાનો દ્રવ્ય સ્વભાવ છે એમ જાણી જે નિજ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરે છે તેને શુદ્ધ જીવત્વ સહિત અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. અહા! તે અતીન્દ્રિય આનંદની એક સમયની પર્યાયમાં ષટ્કારકરૂપ પરિણમન છે. આનંદ પર્યાય તે કર્તા, આનંદની પર્યાય તે કર્મ, આનંદની પર્યાય તે કરણ- સાધન, આનંદની પર્યાય તે સંપ્રદાન, તે જ અપાદાન અને તે જ અધિકરણ-એમ આનંદની પર્યાય પોતે ષટ્કારકરૂપ પરિણમી જાય છે. સમજાણું કાંઈ...? હવે આમાં વ્યવહારથી થાય એમ કયાં રહ્યું?
એ તો દ્રવ્યસંગ્રહની ૪૭મી ગાથામાં આવી ગયું કે-નિશ્ચય અને વ્યવહાર બન્ને મોક્ષમાર્ગ જ્ઞાનીને ધ્યાનમાં એક સમયમાં સાથે હોય છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે-
એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.
નિશ્ચય અને વ્યવહાર બન્ને સાથે હોય છે, છતાં નિશ્ચય તે વ્યવહાર નથી, ને વ્યવહાર તે નિશ્ચય નથી. બન્નેના ષટ્કારક