૨૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ દ્રષ્ટા, ગુણ દ્રષ્ટા, અને પર્યાય પણ એક દ્રષ્ટાભાવરૂપ પ્રગટ થાય છે. અહા! આ દર્શનશક્તિ ક્રમે નિર્મળ નિર્મળ એવી પરિણમે કે આખા લોકાલોકને દેખનારા કેવળદર્શનરૂપ પરિણમી જાય છે. તે લોકાલોકના પદાર્થોને કરે એમ નહિ, માત્ર સામાન્યસત્તારૂપ દેખે બસ. અહા! આમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે એવી દર્શનશક્તિના ઉપયોગ વડે તું દેખે તે યથાર્થ દેખવું છે. કેમકે તેમાં પરાવલંબન નથી. બાકી ઇન્દ્રિયોના કે વિકલ્પના આલંબને-આશ્રયે જે ઉપયોગ પ્રગટ થાય તે તો આત્માનો ઉપયોગ જ નથી, તે શક્તિનું કાર્ય નથી. શક્તિની સાથે એકતા કરી પરિણમે તે શક્તિનું કાર્ય છે. આવી વાત છે.
અહાહા...! આત્માની એકેક શક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે. અને તે પ્રત્યેક શક્તિ દ્રવ્યદ્રષ્ટિ થતાં પર્યાયમાં પણ વ્યાપે છે. આ દર્શનશક્તિ છે તેય દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. ત્યાં શક્તિ ધ્રુવ ત્રિકાળ છે તે ધ્રુવ ઉપાદાન છે, અને તેની વર્તમાન પર્યાય પ્રગટ થાય તે ક્ષણિક ઉપાદાન છે.
તો કોઈ નિમિત્ત છે કે નહિ? ઇન્દ્રિયાદિ બાહ્ય પદાર્થો તેમાં નિમિત્ત હો, પણ શક્તિને તેનું આલંબન નથી. નિર્મળ દર્શનોપયોગ પ્રગટ થાય તે સ્વાલંબી છે, ઇન્દ્રિયાદિ બાહ્ય ચીજોથી તે નિરપેક્ષ પ્રગટ થાય છે. અહા! દર્શનશક્તિ તો ધ્રુવ છે, પણ તેનું અનાકાર ઉપયોગરૂપે પરિણમન થાય છે તે તેની ઇન્દ્રિયાદિ નિમિત્તથી નિરપેક્ષ સ્વાલંબી ક્રિયા છે. શક્તિના પરિણમનનાં છએ કારકો સ્વાધીન છે. અહો! આવો અદ્ભુત અલૌકિક કોઈ આત્મદ્રવ્યનો મહિમા છે. ભાઈ! આ બધું પોતાને જાણવા-સમજવા માટે છે. બીજાને વિસ્મય પમાડવાની આ વાત નથી. ભાઈ! અદ્ભુત અનંત આશ્ચર્યોનું નિધાન ચૈતન્યચમત્કાર વસ્તુ તું છો. તેનો અંતરમાંમહિમા લાવી એક વાર અંતર-દ્રષ્ટિ કરી પરિણમી જા; એથી તને સુખનું નિધાન એવો ધર્મ પ્રગટશે, અને અનાદિકાલીન સંસારની રઝળપટ્ટી મટશે. સમજાણું કાંઈ...?
આ પ્રમાણે આ ત્રીજી દ્રશિશક્તિ પૂરી થઈ.
‘સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ. (જે જ્ઞેય પદાર્થોના વિશેષોરૂપ આકારોમાં ઉપયુક્ત થાય છે એવી જ્ઞાનોપયોગમયી જ્ઞાનશક્તિ.)’
‘સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ’ -અહાહા...! શું કહે છે? પહેલાં નિરંજન નિરાકાર દ્રશિશક્તિ કહી. તે જ્ઞેયપદાર્થોને સર્વને સત્તામાત્ર દેખવારૂપ છે. અહીં કહે છે-જે સમયે દ્રશિશક્તિ છે તેજ સમયે આત્મામાં સાકાર ઉપયોગમયી જ્ઞાનશક્તિ છે. જ્ઞાનશક્તિ સાકાર છે એટલે શું? કે તે જ્ઞેયપદાર્થોને-સ્વ અને પર, જીવ અને અજીવ સર્વ પદાર્થોને-વિશેષપણે ભિન્ન ભિન્ન કરીને પણ જાણે છે. જ્ઞાન અભેદને જાણે છે, ભેદને પણ જાણે છે; દ્રવ્ય-ગુણ-પર્યાય- સર્વને જાણે છે. અહાહા..! જ્ઞાનનું કોઈ અલૌકિક સામર્થ્ય છે, એનો આ મહાન વિશિષ્ટ સ્વભાવ છે કે તે સર્વને-સર્વ ભાવોને ભેદરૂપ પણ જાણે છે. અધ્યાત્મ પંચસંગ્રહમાં આવે છે કે-
અહો! એક સમયની પર્યાયમાં દ્રશિશક્તિનો ઉપયોગ કોઈ પણ ભેદ કર્યા વિના પૂર્ણ દેખે અને તે દ્રશિશક્તિના પરિણમનની સાથે જ્ઞાનશક્તિનું જે પરિણમન છે તે પરિણમન એકેક દ્રવ્યને ભિન્ન ભિન્ન જાણે, એકેક ગુણને ભિન્ન ભિન્ન જાણે, એકેક પર્યાયને ભિન્ન ભિન્ન જાણે, અને એકેક પર્યાયના અનંત અવિભાગ પ્રતિચ્છેદોને ભિન્ન ભિન્ન જાણે. આ રીતે એક સમયની જ્ઞાનની પર્યાય સર્વને ભિન્ન ભિન્ન જાણે અને તે જ સમયે દ્રશિશક્તિની પર્યાય સર્વને અભિન્ન દેખે. અહો! આ જ્ઞાનની કોઈ અદ્ભુત લીલા છે. આવી વાત!
હવે ઇન્દ્રિયોથી-નિમિત્તથી ને વિકલ્પથી આત્મા જાણે એ તો કયાંય દૂર રહી ગયું (અજ્ઞાનમાં ગયું), અહીં તો કહે છે-આત્મામાં સાકાર ઉપયોગમયી એક જ્ઞાનશક્તિ છે જેના એક સમયના નિર્મળ ઉપયોગમાં સ્વ-પર સહિત સર્વ જીવ-અજીવ પદાર્થો જાણવામાં આવે છે. અહાહા...! જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંતા સિદ્ધો ને કેવળી ભગવંતો જ્ઞેયપણે જણાય એવું અચિંત્ય એનું સામર્થ્ય છે. સમજાય છે કાંઈ...?
જ્ઞાનશક્તિ સાકાર ઉપયોગમયી છે. સાકાર એટલે શું? પ્રદેશ અપેક્ષા તેને આત્માનો અસંખ્યપ્રદેશી અરૂપી આકાર-ક્ષેત્ર છે માટે જ્ઞાન સાકાર છે એમ વાત અહીં નથી. વળી તેને જેમ જડ-પુદ્ગલને સ્પર્શાદિ સહિત આકાર- મૂર્તપણું હોય છે તેવો મૂર્ત આકાર છે એમ પણ નથી, કેમકે આત્મા તો ત્રિકાળ અરૂપી-અમૂર્ત જ છે. તેથી પુદ્ગલની જેમ મૂર્તપણું