देहगुणे थुव्वंते ण केवलिगुणा थुदा होंति।। ३० ।।
देहगुणे स्तूयमाने न केवलिगुणाः स्तुता भवन्ति।। ३० ।।
पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम्।। २५ ।।
હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચયે કેમ યુક્ત નથી? એવા પ્રશ્નના ઉત્તરરૂપે દ્રષ્ટાંત સહિત ગાથા કહે છેઃ-
કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦.
ગાથાર્થઃ– [यथा] જેમ [नगरे] નગરનું [वर्णिते अपि] વર્ણન કરતાં છતાં [राज्ञः वर्णना] રાજાનું વર્ણન [न कृता भवति] કરાતું (થતું) નથી, તેમ [देहगुणे स्तूयमाने] દેહના ગુણનું સ્તવન કરતાં [केवलिगुणाः] કેવળીના ગુણોનું [स्तुताः न भवन्ति] સ્તવન થતું નથી.
ટીકાઃ– ઉપરના અર્થનું (ટીકામાં) કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इदं नगरम् हि] આ નગર એવું છે કે જેણે [प्राकार–कवलित– अम्बरम्] કોટ વડે આકાશને ગ્રસ્યું છે (અર્થાત્ તેનો ગઢ બહુ ઊંચો છે), [उपवन– राजी–निगीर्ण–भूमितलम्] બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે) અને [परिखावलयेन पातालम् पिबति इव] કોટની ચારે તરફ ખાઈના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે (અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે). રપ.