૧૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
‘તેવી રીતે શરીરના ગુણો જે શુકલ-રક્તપણું વગેરે, તેમનો તીર્થંકર- કેવળીપુરુષમાં અભાવ છે.’ જુઓ, ભગવાન રાતા છે, ધોળા છે એમ જે રાતો, ધોળો, પીળો રંગ છે એ કાંઈ ભગવાનના આત્મામાં નથી. ‘માટે નિશ્ચયથી શરીરના શુકલ- રક્તપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થંકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.’ ગુણોનું સ્તવન (આગળ) લેશે. ભગવાનના ગુણો એટલે જ્ઞાયકસ્વરૂપ પોતાના જ ગુણો એ રીતે (આગળ લેશે).
[પ્રવચન નં. ૬૯ * દિનાંક ૭-૨-૭૬]
ૐ