केवलिगुणे थुणदि जो सो तच्चं केवलिं थुणदि।। २९ ।।
केवलिगुणान् स्तौति यः स तत्त्वं केवलिनं स्तौति।। २९ ।।
ઉપરની વાતને ગાથાથી કહે છેઃ-
જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯.
ગાથાર્થઃ– [तत्] તે સ્તવન [निश्चये] નિશ્ચયમાં [न युज्यते] યોગ્ય નથી [हि] કારણ કે [शरीरगुणाः] શરીરના ગુણો [केवलिनः] કેવળીના [न भवन्ति] નથી; [यः] જે [केवलिगुणान्] કેવળીના ગુણોની [स्तौति] સ્તુતિ કરે છે [सः] તે [तत्त्वं] પરમાર્થથી [केवलिनं] કેવળીની [स्तौति] સ્તુતિ કરે છે.
ટીકાઃ– જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળા- પણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે; તેવી રીતે શરીરના ગુણો જે શુકલ- રકતપણું વગેરે, તેમનો તીર્થંકર-કેવળીપુરુષમાં અભાવ છે માટે નિશ્ચયથી શરીરના શુકલ-રકતપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થંકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.
હવે ઉપરની વાતને સિદ્ધ કરે છેઃ-
‘જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છેઃ-જુઓ, ધોળું સોનું એમ કહેવાય છે પણ સોનું સફેદ નથી. સોનામાં તો સફેદપણાનો અભાવ છે. તેથી સુવર્ણના ગુણ જે પીળાશ આદિ છે તે વડે જ સુવર્ણનું નામ થાય છે. આમ અસ્તિ-નાસ્તિ કર્યું.