Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 4199

 

માટે સોનગઢ આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના લાભના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમીવાર થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭પ, ૧૯૭૬, ૧૯૭૭માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રમોદથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવરસમંડિત પરમકલ્યાણકારી, આત્મહિતસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ છેે.

પ્રકાશનનો હેતુઃ

આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તદ્ ઉપરાંત સૌ જિજ્ઞાસુ ભાઈ-બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં સમયસાર ઉપરનાં સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શક્યો હોય તે સંભવિત છે. તેથી આ ગં્રથમાળામાં કમશઃ આદિથી અંત સુધીના પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મહિતથી પ્રેરણા મળતી રહેશે. તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રેરકબળ છે.

વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોનો ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી પરમાગમમાં રહેલા સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવા ઘણા જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલાં પ્રવચનો લેખબદ્ધ કરીને પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અતિગૂઢ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીતે જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાય પરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભવ્યજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થશે તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે એને તે ભાવનાવશ આ ટ્રસ્ટની રચના થઈ છે. ઉપરોક્ત હેતુથી આ ટ્રસ્ટનો જન્મ થયો છે અને પૂજ્ય ગુરુદેવનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો જ મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ છે.

આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થશે તેવું ભાસે છે. તેમણે કહ્યું છે કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના અંત