Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 4199

 

સુધી રહેશે. તદ્દ ઉપરાંત પૂજ્ય બેનશ્રીનાં વચનામૃત નં. ૨૭માં ઉલ્લેખ છે કે “તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો) મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.” ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રુતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત્ પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજના પૂજ્ય ગુરુદેવશ્રીનાં પાંચ પરમાગમો ઉપર થયેલાં પ્રવચનો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રો ઉપર થયેલાં પ્રવચનો ક્રમશઃ પ્રસિદ્ધ કરવાની ભાવના સમાહિત છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથોરૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ) હજારોની સંખ્યામાં રહેશે. એ રીતે હિંદી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનુંપ્રત્યક્ષ જણાઈ આવે છે.

કાર્યવાહીઃ

શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીનાં અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપર અંકિત કરી લેવામાં આવ્યાં હતાં. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને ક્રમશઃ લેખબદ્ધ કરવામાં આવ્યા છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં કાંઈ ત્રુટી રહી જવા ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને તેની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા તે લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે વિદ્વાન ભાઈશ્રી વજુભાઈ દ્વારા પૂરતી ચકાસણી કરવામાં આવેલ છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે.

ઉપરોક્ત રીતે તૈયાર થયેલાં પ્રવચનો ઉપરથી મુદ્રણ માટે મોકલવાનું પ્રવચન- સાહિત્ય પ્રસિદ્ધ તત્વચિંતક અને પ્રવક્તા ડો. હુકમચંદજી ભારિલ્લ સમક્ષ વાંચી સંભળાવવામાં આવેલ છે અને ત્યાર બાદ તેનું મુદ્રણ થયેલ છે.

આભારઃ

ઉપર્યુક્ત કાર્યવાહીમાં અનેક મુમુક્ષુઓ તરફથી આ ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહયોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યો છે તેમ જ ઉતારેલાં પ્રવચનોને તપાસી આપેલ છે અને આ કાર્ય ખૂબ જ સાવધાનીથી