Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 400 of 4199

 

ગાથા ૩૦ ] [ ૧૧૯

* કળશ ૨૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

जिनेन्द्ररूपं परं जयति જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? नित्यम् अविकारसुस्थितसर्वागम् જેમાં સર્વ અંગ હમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત) છે, જેમાં अपूर्वसहजलावण्यम् (જન્મથી જ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત્ જે સર્વને પ્રિય લાગે છે); समुद्रम् इव अक्षोभम् અને જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. જુઓ, ભગવાનનું શરીર એવું હોય છે કે સૂર્યથી પણ વધારે પ્રકાશવાળું હોય છે સુંદરતા (નમણાઈ) બહુ હોય છે. દરેક અવયવની પ્રકૃતિ એવી બંધાયેલી છે કે જેથી શરીરની સુંદરતા-નમણાઈ શ્રેષ્ઠ હોય છે. સઘળા અંગો નિર્વિકાર અને પ્રમાણસર હોય છે. વળી તે સમુદ્રની જેમ શાંત-શાંત નિશ્ચલ હોય છે.

આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થતું નથી. કારણ કે, જોકે તીર્થંકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તોપણ, સુસ્થિત સર્વાંગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે. જેમ નગરના વર્ણનમાં રાજાનું વર્ણન આવતું નથી તેમ શરીરના વર્ણનમાં આત્માનું વર્ણન આવતું નથી.

[પ્રવચન નં ૬૯ ચાલુ * દિનાંક ૭-૨-૭૬]