Pravachan Ratnakar (Gujarati). Gatha: 31.

< Previous Page   Next Page >


PDF/HTML Page 401 of 4199

 

ગાથા–૩૧

जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं। तं खलु जिदिंदियं ते भणंति जे णिच्छिदा साहू।। ३१ ।।

य इन्द्रियाणि जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानम्।
तं खलु जितेन्द्रियं ते भणन्ति ये निश्चिताः साधवः।। ३१ ।।

હવે, (તીર્થંકર-કેવળીની) નિશ્ચયસ્તુતિ કહે છે. તેમાં પહેલાં જ્ઞેય-જ્ઞાયકના સંકરદોષનો પરિહાર કરી સ્તુતિ કહે છેઃ-

જીતી ઈંદ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧.

ગાથાર્થઃ– [यः] જે [इन्द्रियाणि] ઇંદ્રિયોને [जित्वा] જીતીને [ज्ञानस्व– भावाधिकं] જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક [आत्मानम्] આત્માને [जानाति] જાણે છે [तं] તેને, [ये निश्चिताः साधवः] જે નિશ્ચયનયમાં સ્થિત સાધુઓ છે [ते] તેઓ, [खलु] ખરેખર [जितेन्द्रियं] જિતેંદ્રિવ [भणन्ति] કહે છે.

ટીકાઃ– (જે મુનિ દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદાં કરીને સર્વ અન્યદ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે છે તે મુનિ નિશ્ચયથી જિતેન્દ્રિય છે.) અનાદિ અમર્યાદરૂપ બંધપર્યાયના વશે જેમાં સમસ્ત સ્વપરનો વિભાગ અસ્ત થઈ ગયો છે (અર્થાત્ જેઓ આત્માની સાથે એવી એક થઈ રહી છે કે ભેદ દેખાતો નથી) એવી શરીરપરિણામને પ્રાપ્ત જે દ્રવ્યેન્દ્રિયો તેમને તો નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી; એ, દ્રવ્યેન્દ્રિયોનું જીતવું થયું. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેઓ વિષયોને ખંડખંડ ગ્રહણ કરે છે (અર્થાત્ જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે) એવી ભાવેન્દ્રિયોને, પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્યશક્તિપણા વડે સર્વથા પોતાથી જુદી જાણી; એ, ભાવેન્દ્રિયોનું જીતવું થયું. ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા સંબંધની નિકટતાને લીધે જેઓ પોતાના સંવેદન (અનુભવ) સાથે પરસ્પર એક જેવા થઈ ગયેલા દેખાય છે એવા, ભાવેન્દ્રિયો વડે ગ્રહવામાં આવતા જે ઇંદ્રિયોના વિષયભૂત સ્પર્શાદિ પદાર્થો તેમને, પોતાની ચૈતન્યશકિતનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું તે વડે સર્વથા પોતાથી જુદા કર્યા; એ, ઇંદ્રિયોના વિષયભૂત પદાર્થોનું