Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4128 of 4199

 

૪૬-અધિકરણશક્તિઃ ૨૦૯

પર્યાય પ્રગટ કરે છે. સમ્યગ્જ્ઞાન અને કેવળજ્ઞાનની પર્યાય આત્માના જ્ઞાનસ્વભાવના આધારે જ પ્રગટ થાય છે. કેવળજ્ઞાનની પર્યાય થઈ તે તેના પૂર્વના ચાર જ્ઞાનની પર્યાયના વ્યયના આધારે થઈ છે એમ જ્યાં નથી ત્યાં હવે વ્યવહાર અને નિમિત્તના આધારે થાય એ વાત જ કયાં રહે છે? આ લોજિકથી-ન્યાયથી તો વાત છે. ત્રણ લોકના નાથનો માર્ગ ન્યાયથી સિદ્ધ છે. ‘ન્યાય’ શબ્દમાં ‘નો’-‘नय्’-દોરી જવું-એટલે કે જેવી વસ્તુ છે તેને તેવી જાણવારૂપે જ્ઞાનને સ્વરૂપમાં દોરી જવું-લઈ જવું તે ન્યાય છે. ઓહોહો...! આ તો ધન્યભાગ્ય હોય તેને વીતરાગની વાણી સાંભળવા મળે.

બહેનનાં ‘વચનામૃત’ વાંચીને એક મુમુક્ષુ ભાઈ બોલી ઊઠેલા-‘આ તો જૈનની ગીતા છે.’ વાત સાચી છે. જૈનના એટલે વીતરાગતાનાં ગાણાં ગાય તે ગીતા છે. આત્માના ગુણનાં ગાણાં તે ગીતા છે. અહાહા...! અનંત ગુણરત્નાકર પ્રભુ આત્મા છે. તેનાં આ ગાણાં છે; પર્યાયનાં કે રાગનાં આ ગાણાં નથી. બીજાના આધારે તું પોતાની પર્યાય થવાનું માને પણ એવી વસ્તુસ્થિતિ નથી. બીજાને આધાર માનનારો પોતાના અનંત ગુણ-સ્વભાવનો અનાદર કરે છે. વ્યવહારના રસિયાને આ આકરું લાગે, એકાંત જેવું લાગે, પણ શું થાય? એનું ચિત્ત એકાન્ત-ગ્રહથી ગ્રસિત છે.

સમયસારની ૮૩મી ગાથામાં સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું છે. દરિયામાં તરંગ ઊઠે છે તે પવનના કારણે નહિ; પર્યાયનો એવો સ્વભાવ છે કે તરંગ પોતાના કારણે પોતાથી ઊઠે છે, ને તે તરંગ સમાઈને દરિયામાં ચાલ્યા જાય છે. તેવી રીતે ધજા ફરફરે છે તે પવનના કારણે નહિ, પણ તેનામાં ક્રિયાવતી શક્તિ પડી છે તેના કારણે ધજાનું ફરફરવાપણે પરિણમન થાય છે. આવો પર્યાયનો સ્વભાવ છે. ત્યારે કોઈ ભાઈએ પ્રશ્ન કરેલોઃ

પ્રશ્નઃ– એમ કે પાણી ઉષ્ણ થાય છે તે અગ્નિથી થાય છે એમ પ્રત્યક્ષ દેખાય છે ને તમે કેમ ના પાડો છો? ઉત્તરઃ– પાણીની ઠંડી અવસ્થા બદલીને ઉષ્ણ અવસ્થા થાય એ તો પાણીની પર્યાયનો સ્વભાવ છે. અગ્નિ નિમિત્ત હો, પણ અગ્નિ તો પરવસ્તુ છે, અગ્નિના રજકણો પાણીને અડતા સુદ્ધાં નથી.

આચાર્ય શ્રી કુંદકુંદદેવે સમયસારની ગાથા ૩૭૨માં કહ્યું છે કે-ઘડો માટીમાંથી ઉત્પન્ન થાય છે એમ અમે દેખીએ છીએ, કુંભારથી ઘડો થાય છે એમ અમે દેખતા નથી. ઘડાની પર્યાયની કર્તા માટી છે, ને માટી જ ઘડાનું કરણ અને અધિકરણ છે. માટીની ઘડારૂપ પર્યાય કુંભારથી, દંડથી કે ચક્રથી થઈ છે એમ છે જ નહિ, અહા! દ્રવ્યની સ્વતંત્રતા તો જુઓ!

આત્મામાં એક પ્રભુતાશક્તિ છે. એ ત્રિકાળ પ્રભુતામાંથી વર્તમાન પ્રભુતા આવે છે. પ્રથમ પર્યાયમાં પામરતા હતી તે વ્યય થઈને પ્રભુતા પ્રગટી. તે પ્રભુતા કાંઈ પૂર્વ પર્યાયના વ્યયના આધારે પ્રગટી છે એમ નથી. ત્રિકાળ પ્રભુતાના આધારે પ્રભુતા પ્રગટી છે. આ પ્રભુતાશક્તિ પ્રત્યેક ગુણમાં વ્યાપક છે. પ્રત્યેક ગુણમાં પ્રભુતાનું રૂપ છે. તે કારણથી સમ્યક્ત્વાદિ નિર્મળ પર્યાયો ગુણની પ્રભુતાના આધારે પ્રગટ થાય છે. શક્તિવાનના આશ્રયે શક્તિ છે, તો તેની પર્યાય પણ શક્તિવાનના આશ્રય-આધાર વિના કેમ હોય? માંડ પ્રભુ! આવો અવસર મળ્‌યો છે, તો સ્વભાવથી ભરેલા ભગવાનના શરણે જા, તેનો આશ્રય લે; તું ન્યાલ થઈ જઈશ, તને શાંતિ ને અનાકુળ આનંદની પ્રાપ્તિ થશે. આ સિવાય લાખ-ક્રોડ ઉપાય બધા મિથ્યા છે.

સમયસારની બીજી ગાથામાં આવે છે કે- ‘जीवो चरित्तदंसणणाणट्ठिदो...’ લ્યો, આમાંથી આચાર્યદેવે જીવત્વશક્તિ કાઢી છે. રાગમાં સ્થિત હતો, તે નિજ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સ્થિત થયો તે જીવ છે. તે સ્થિત થવાની શક્તિ અધિકરણ ગુણ વડે આત્માની જ છે. અહા! તેને આત્માનો જ આધાર છે. આત્માની અધિકરણશક્તિ અબંધસ્વરૂપ છે, તે સહજ પારિણામિકભાવે છે. તેના આશ્રયથી ભાવ્યમાન ભાવ તે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવરૂપ છે, અને તે આત્માના આધારે જ પ્રગટ થાય છે. સ્વભાવને આધાર બનાવ્યા વિના, એકલા વ્યવહાર રત્નત્રયના જે પરિણામ છે તે બંધનનું કારણ છે, ને તેના આધારે અબંધના કારણરૂપ પરિણામ ઉત્પન્ન થાય એમ કદી બનતું નથી.

અહા! ધર્મી પુરુષ જાણે છે કે-અમને અમારા ચિદાનંદ ભગવાનનો જ આધાર છે. મહેલમાં હો કે જંગલમાં, પોતાનો આત્મા જ પોતાનો આધાર છે એમ ધર્માત્મા જાણે છે. જુઓ, સીતાજી ધર્માત્મા હતાં. જ્યારે લવ અને કુશ જેવા ચરમ-શરીરી પુત્રો તેમની કૂંખે આવ્યા તો તેમને સમ્મેદશિખર આદિ તીર્થોની વંદનાનો ભાવ થઈ આવ્યો. બરાબર તે જ વખતે લોકોએ આવીને રામચંદ્રજીને લોકાપવાદની વાત કહી. તેથી રામચંદ્રજીએ સેનાપતિને બોલાવી સીતાજીને તીર્થોની વંદના કરાવી, પછી સિંહનાદ નામના ભયાનક વનમાં તેમને છોડી દેવાની આજ્ઞા કરી.

સીતાજીએ બહુ આનંદથી ને ભક્તિથી તીર્થવંદના કરી, ને પછી જ્યાં સિંહનાદ વન આવ્યું ત્યાં રથ ઊભો રાખીને