Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4178 of 4199

 

કળશ-૨૭૩ઃ ૨પ૯

કે તે બધાને જાણે છે ને!

‘इतः निजैः प्रदेशैः धृतम् એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે.’ પર્યાયમાં

લોકાલોકનું જ્ઞાન ધારી રાખ્યું છે તે અપેક્ષાએ તેને વિસ્તૃત કહ્યો હતો. અને હવે કહે છે કે દ્રવ્યની અપેક્ષાએ જુઓ તો આત્માએ માત્ર પોતાના ક્ષેત્રને ધારી રાખ્યું છે (-પોતાના ક્ષેત્રમાં રહેલો છે) પરંતુ પર વસ્તુને ધારી નથી, પર વસ્તુને પોતાના પ્રદેશોમાં ધારણ કરી નથી. અહા! પર્યાયમાં પરનું વિશાળ જ્ઞાન છે તે અપેક્ષાએ આત્માને સર્વગત કહેવામાં આવે છે એટલે કે જાણવાની અપેક્ષાએ તે સર્વગત છે પણ પરમાં ક્ષેત્ર અપેક્ષાએ વ્યાપવા તરીકે કે પેસી જવા તરીકે તે સર્વગત છે એમ નથી. કારણ કે આત્મા લોકાલોકને જાણે છે તેથી જાણે કે તેટલા ક્ષેત્રમાં વ્યાપેલો છે એમ દેખાવા છતાં તે પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો છે.

તો અહીં કહ્યું કે એક બાજુથી જુઓ તો આત્મા પોતાના પ્રદેશોમાં-સ્વક્ષેત્રમાં જ છે. પણ પરક્ષેત્રમાં છે નહીં. જો કે એક તરફથી જોતાં તેણે પર પ્રદેશોને જાણે કે પોતાની પર્યાયમાં ધાર્યા હોય એમ દેખાય છે તોપણ વસ્તુથી જોતાં તે આત્મા સ્વક્ષેત્રમાં-પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ છે. પર પ્રદેશોને પોતાની પર્યાયમાં ધાર્યા છે તેનો અર્થ એ છે કે સ્વયં જાણનારું એ પર્યાયનું જ્ઞાન લોકાલોકના ક્ષેત્રમાં જાણવાની અપેક્ષાએ વ્યાપક થઈ જાય છે.

જુઓ, આ રીતે પર્યાયના બે બોલ કહ્યા કે (૧) પર્યાયમાં અનેકતા છે ને (૨) પર્યાય ક્ષણભંગુર છે. તથા ક્ષેત્રના આ રીતે બે બોલ કહ્યા કે (૧) તે સર્વને જાણે છે એ અપેક્ષાએ સર્વગત છે ને (૨) છતાં અનાદિથી તે પોતાના પ્રદેશોમાં જ છે. અને આવો તેનો સહજ અદ્ભુત વૈભવ છે. અહા! આવી વાત બીજે છે નહીં, હોય જ નહીં. લ્યો, આવા અદ્ભુત કળશો છે! આ પહેલાનો ૨૭૧મો શ્લોક બહુ ઊંચો હતો. તેમાં કહ્યું હતું કે જાણનારો પણ પોતે, જે જણાય તે જ્ઞેય પણ પોતે અને જે જાણે તે જ્ઞાન પણ પોતે. બાપુ! આવું છે.

અહા ભાઈ! આ તારો વૈભવ છે. અને તે પણ કેવો છે? કે પૂર્વાપર વિરોધી જેવો લાગવા છતાં પણ અવિરોધી છે. અહા! (૧) પર્યાયમાં અનેકપણું દેખાવા છતાં વસ્તુ તરીકે તે (આત્મા) એક છે. (૨) ક્રમે થતી પર્યાય ક્ષણભંગુર-નાશવાન દેખાવા છતાં વસ્તુ તરીકે તે એકરૂપ (ધ્રુવ) છે. (૩) એક સમયનો જાણવાનો પર્યાય જાણે કે લોકાલોકમાં વ્યાપી ગયો હોય અર્થાત્ તેણે પોતાના પ્રદેશોમાં જાણે કે

લોકાલોકને ધાર્યા હોય એમ દેખાવા છતાં તે પોતે નિજ અસંખ્ય પ્રદેશોમાં જ છે.
અર્થાત્

(૧) આત્મામાં એકતા સાથે અનેકતા હોય છે. (એક જ સમયે એકતા ને અનેકતા હોય છે.) (૨) આત્મા વસ્તુ તરીકે કાયમ રહીને અવસ્થા તરીકે ક્રમે-ક્રમે બદલે છે. (૩) આત્મા એક સાથે (એક જ સમયે) સ્વક્ષેત્રમાં રહેલો છે એવો દેખાવા છતાં લોકાલોકને (જાણવાની અપેક્ષાએ)

ધારે છે એવો પણ દેખાય છે.

લ્યો, આવો આત્મા છે અને આવો તેનો વૈભવ છે.

અન્યમાં આવે છે કે ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં...’ પણ એ ‘આતમા તત્ત્વ’ એટલે આવો આત્મા હો. બાકી આતમા... આતમા એમ ભાષા તો ઘણાંય કરે છે. અહીંથી આત્માની વાત બહુ નીકળી એટલે હવે બીજા ઘણાં પણ આતમા... આતમા... એમ ભાષા લઈને વાતો કરે છે. પણ ભાઈ! ‘આત્મા’ શબ્દ આવ્યો એટલે શું થયું? સર્વજ્ઞ પરમેશ્વરે આ આત્મવસ્તુને આવી રીતે જે જોઈ છે તે રીતે તેની દ્રષ્ટિમાં આવે ત્યારે તેણે આત્મા જાણ્યો કહેવાય છે. બાકી આતમા... આતમા... કરવાથી શું થાય? (કાંઈ જ ફાયદો ન થાય.)

* કળશ ૨૭૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આ કળશમાં દ્રવ્ય-પર્યાયનો ભેદ બતાવ્યો છે ને! એટલે કહે છે કે ‘પર્યાયદ્રષ્ટિથી જોતાં આત્મા અનેકરૂપ દેખાય છે.’ કેમકે પર્યાયો અનેક છે. પર્યાયદ્રષ્ટિથી બીજી રીતે જોવાનું પછી કહેશે. અર્થાત્ બીજા બોલમાં ક્રમભાવી પર્યાયદ્રષ્ટિથી જોવાનું કહેશે. જ્યારે આ પહેલા બોલમાં એકલી પર્યાયદ્રષ્ટિથી જોવાનું કહે છે. એટલે કે પર્યાયદ્રષ્ટિથી જોતાં અનંત ગુણોની અનંત અવસ્થાઓ દેખાય છે. -બસ, એટલી વાત કહે છે. તો, અહીં કહ્યું કે અવસ્થાદ્રષ્ટિથી જોતાં આત્મા