૨૬૪ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ શુદ્ધતા-સાધકભાવ તેય પોતાથી છે, અસહાય છે, કોઈથી બાધિત થતો નથી. લ્યો, આવો ગંભીર ને અદ્ભુતમાં અદ્ભુત નિજ સ્વભાવ-મહિમા છે, નિજ વૈભવ છે. અહીં પ્રમાણજ્ઞાન કરાવીને પાંચે ભાવને (ચાર પર્યાયરૂપ ને એક પારિણામિક-ભાવને) જીવ તત્ત્વ કહ્યું છે.
ભાઈ, તું આત્મતત્ત્વ છો; તારું હોવાપણું તારામાં તારાથી છે. ક્ષણિકપણે પરિણમવું, રાગાદિપણે પરિણમવું- તારું તારામાં છે, બીજામાં નથી, બીજાથી નથી, ને બીજા તારામાં નથી. આવી તારા અસ્તિત્વની પરમ અદ્ભુત અલૌકિક વાત છે. સમજાણું કાંઈ...?
‘અહીં પણ ૨૭૩ મા કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું’. મતલબ કે જ્ઞાની અનેક ધર્મમય આત્મવસ્તુને સ્યાદ્વાદના બળ વડે જાણીને, ભ્રમિત થતો નથી, માર્ગથી ચ્યુત થતો નથી.
‘આત્માનો અનેકાન્તમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા ભાસે છે. તે આવા અનેકાન્તમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી-જીરવી શકતો નથી.’
ભાઈ, વસ્તુ તો જેમ છે તેમ છે. યથાર્થ માને નહિ ત્યારે પણ એ તો એમ જ છે, અને યથાર્થ માને તો? તો પર્યાયમાં-અવસ્થામાં ફેર પડે. વસ્તુ તો એમ ને એમ છે, તેને યથાર્થ માનતાં ધર્મ પ્રગટ થાય છે, ને ક્રમશઃ ભવનો નાશ થાય છે. વેદાંત પર્યાયને માનતું નથી. પણ પહેલાં વસ્તુ સમજ્યો નહિ, પછી કારણ પામીને સમજ્યો, તો સમજ્યો એ જ એની પર્યાય સિદ્ધ થઈ ગઈ.
પરંતુ અજ્ઞાની અન્યવાદી આ વાતથી ભડકે છે. તેને આમાં વિરુદ્ધતા ભાસે છે તેથી તે વાતને પચાવી શકતો નથી, પોતાના ચિત્તમાં જીરવી શકતો નથી. તેને એમ થાય કે આવું પરસ્પર વિરુદ્ધ તે કેમ હોય? હવે કહે છે-
‘જો કદાચિત્ તેને શ્રદ્ધા થાય તોપણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદ્ભુતતા લાગે છે કે-“અહો આ જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે; મેં અનાદિ કાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો!”- આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે.’
અહાહા...! જિજ્ઞાસુને પ્રથમ પ્રથમ ભારે અદ્ભુતતા લાગે છે કે-અહો! આવું સ્વરૂપ! આવો માર્ગ તો સર્વજ્ઞ વીતરાગના શાસનમાં જ હોય, બીજે કયાંય ન હોય. જિજ્ઞાસુને આ વાત ભારે ગજબની લાગે છે. તેને અપૂર્વ મહિમા જાગે છે કે-અહો! જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુસ્થિતિને યથાર્થ બતાવે છે. અરેરે! વસ્તુને જાણ્યા વિના મેં અનંત કાળ ખોયો!-આમ તે આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે.
હવે ટીકાકાર આચાર્યદેવ અંતમંગળને અર્થે આ ચિત્ચમત્કારને જ સર્વોત્કૃષ્ટ કહે છેઃ–
स्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः।
स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलम्भः
प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः।। २७५ ।।
શ્લોકાર્થઃ– [सहज–तेजःपुञ्ज–मज्जत्–त्रिलोकी–स्खलत्–अखिल–विकल्पः अपि एकः एव स्वरूपः] સહજ