૨૬૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે પરિણત થતાં મોહની ઉત્પત્તિ થઈ નહિ તો મોહનો નાશ કર્યો એમ વ્યવહારથી કહ્યું છે. પોતાની અનંતજ્ઞાન આદિ લક્ષ્મી પ્રગટ થઈ ત્યાં પરની સાવધાનીનો ભાવ જ નથી, પરની સાવધાની રહી જ નથી એટલે મોહનો નાશ કર્યો એમ કહ્યું છે. અહાહા! ચૈતન્યના આશ્રયે ચૈતન્યનો નિર્મળ-શુદ્ધ ઉપયોગ જે પ્રગટ થયો તે નિર્મળ નિર્વિકાર છે તો કહે છે કે-મોહનો નાશ કર્યો છે. સમજાય છે કાંઈ...?
જોયું? ભગવાન આત્માનો સ્વભાવ કર્મોથી ભિન્ન છે, વિરુદ્ધ છે. જ્ઞાન, આનંદ ઇત્યાદિ સ્વભાવ જયાં પૂર્ણ પ્રગટ થઈ ગયો ત્યાં કર્મ નડે એમ છે નહિ.
છે, પૂર્ણ છે તેવો તે સ્વ-આશ્રયે પર્યાયમાં નિર્મળ, પૂર્ણ પ્રગટ થયો છે; અર્થાત્ દ્રવ્યના આશ્રયમાં પર્યાય નિર્મળ, ને પૂર્ણ પ્રગટ થઈ ગઈ. આ સાધ્યરૂપ સિદ્ધદશા છે.
અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા) ‘समन्तात् ज्वलतु’ સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો.
અહાહા...! અમૃતસ્વરૂપ આત્મા નિત્યાનંદ પ્રભુ-તેના આશ્રયે પ્રગટ થયેલી અમૃતમય, ચંદ્રમા સમાન જ્યોતિ અથવા અમૃત સમાન જ્ઞાન, અથવા અમૃતચંદ્ર સમાન આત્મા સર્વ તરફથી-સર્વ પ્રકારે જાજ્વલ્યમાન રહો એમ આત્માને અહીં આશીર્વાદ દીધા છે. લ્યો, પોતે પોતાને આશીર્વાદ આપે છે.
અહાહા...! પંચમ આરાના મુનિવર કહે છે-અમને જે મોક્ષમાર્ગ પ્રગટ થયો છે તે એવો ને એવો જાજ્વલ્યમાન રહો; એમ કે આ ભાવથી આગળ જતાં અમને પૂર્ણ કેવળજ્ઞાન અને મોક્ષ થશે. અહાહા...! અમને જે નિર્મળ પર્યાય થઈ તે એવી ને એવી પ્રગટ થયા કરો, કોઈ પ્રકારે હીણપ ન હો-એમ સિદ્ધપદ માટે પોતાને આશીર્વાદ આપે છે.
‘જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે અત્યંત સ્વાદિષ્ટ (-મીઠું) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે.’
અહાહા...! ભગવાન આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે હોવાપણાનું શું મરણ થાય છે? ના, ભગવાન આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયપણે અમર છે, અમૃતસ્વરૂપ છે, એનો કદીય નાશ થતો નથી. ધ્રુવ ચિદાનંદઘન પ્રભુના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટે છે તેનોય નાશ થતો નથી, તેય અક્ષય છે. વળી તે આનંદના સ્વાદવાળી અમૃત છે. લોકમાં પણ સ્વાદિષ્ટ હોય તેને અમૃત કહે છે ને? તેમ આ અનાકુળ આનંદના સ્વાદવાળી અમૃત છે. અહાહા...! અમૃતસ્વરૂપી આત્મા અમૃતમય સ્વાદયુક્ત અમૃત છે.
‘અહીં જ્ઞાનને-આત્માને-અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત્ અમૃતમય ચંદ્રમા સમાન જ્યોતિ) કહેલ છે, તે લુપ્તોપમા અલંકારથી કહ્યું જાણવું; કારણ કે ‘अमृतचन्द्रवत् ज्योतिः’ નો સમાસ કરતાં ‘वत्’ નો લોપ થઈ ‘अमृतचन्द्रज्योतिः’ થાય છે.
(‘वत्’ શબ્દ ન મૂકતાં અમૃતચંદ્રરૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદરૂપક અલંકાર થાય છે. ‘અમૃતચંદ્રજ્યોતિ’ એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર થાય છે.)’
આ અલંકાર એ ભાષાના પંડિતોનો વિષય છે. હવે કહે છે-‘આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં, અહીં કહેલાં વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે; કારણ કે ‘ध्वस्त–मोह’ વિશેષણ અજ્ઞાનઅંધકારનું દૂર થવું જણાવે છે.’
ભગવાન આત્મા અજ્ઞાન-અંધકારને દૂર કરવાવાળો છે, જ્યારે ચંદ્રમા સમસ્ત અંધકારનો નાશ કરતો નથી. શું ઘરમાં કે ઘરની અંદરના પટારામાં ચંદ્રમા પ્રકાશ કરે છે? માટે ચંદ્રમાની ઉપમા સર્વાંશે લાગુ પડતી નથી.
વળી, ‘विमल पूर्ण’ વિશેષણ લાંછનરહિતપણું તથા પૂર્ણપણું બતાવે છે.
ભગવાન આત્મા પૂર્ણ વિમલ છે, જ્યારે ચંદ્રમાને તો લાંછન છે. તેથી ચંદ્રમાની ઉપમા તેને લાગુ પડતી નથી.